ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અને પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડ (Samit Dravid) ની ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ભારતીય અંડર-19 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. સમિતને વનડે અને ચાર દિવસીય બંને શ્રેણી માટે ટીમમાં જગ્યા મળી છે. આ શ્રેણીમાં ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમાશે. વન-ડે ટીમનું નેતૃત્વ મોહમ્મદ અમાન કરશે, જ્યારે ચાર દિવસીય મેચોની કપ્તાની સોહમ પટવર્ધનને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ માટે ટીમની જાહેરાત કરી છે.
ત્રણ મેચોની વનડે શ્રેણી 21 સપ્ટેમ્બરથી શરૂ થશે, આગામી બે મેચ 23 અને 26 સપ્ટેમ્બરે રમાશે. આ મેચો પુડુચેરીમાં યોજાશે. આ પછી 30 સપ્ટેમ્બર અને 7 ઓક્ટોબરે ચેન્નાઈમાં ચાર દિવસીય મેચો યોજાશે.
સમિત દ્રવિડે (Samit Dravid) ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પ્રભાવિત કરાયા હતા
સમિત દ્રવિડ (Samit Dravid) એક તેજ બોલિંગ ઓલરાઉન્ડર છે અને તે હાલમાં KSCA મહારાજા T20 ટ્રોફીમાં મૈસૂર વોરિયર્સ તરફથી રમી રહ્યો છે. બેટિંગમાં તેનું પ્રદર્શન અત્યારે નિરાશાજનક રહ્યું છે અને તેણે સાત ઇનિંગ્સમાં 82 રન બનાવ્યા છે જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 33 રન છે. સમિત દ્રવિડે (Samit Dravid) હજુ સુધી ટૂર્નામેન્ટમાં બોલિંગ કરી નથી. જોકે, વર્ષની શરૂઆતમાં તેણે કૂચ બિહાર ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું અને કર્ણાટકને પ્રથમ ટાઈટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ 18 વર્ષીય ખેલાડીએ આઠ મેચમાં 362 રન બનાવ્યા હતા અને જમ્મુ સામે 98 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, તેણે બોલ સાથે પણ અસરકારક પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં મુંબઈ સામેની બે વિકેટ સહિત આઠ મેચમાં 16 વિકેટ લીધી.
🚨 NEWS 🚨
India U19 squad and fixtures announced for multi-format home series against Australia U19.
Squad for one-day series: Rudra Patel (VC) (GCA), Sahil Parakh (MAHCA), Kartikeya KP (KSCA), Mohd Amaan (C) (UPCA), Kiran Chormale (MAHCA), Abhigyan Kundu (WK) (MCA), Harvansh…
— BCCI (@BCCI) August 31, 2024
આ પણ વાંચો: હવે એક UPI ખાતામાંથી પાંચ લોકો પેમેન્ટ કરી શકશે, UPI માટે RBI એ સેવા શરૂ કરી, ખાતા વગર જ થશે વ્યવહાર
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ભારતીય અંડર-19 ટીમ નીચે મુજબ છે…
ODI ટીમઃ રુદ્ર પટેલ (વાઈસ-કેપ્ટન), સાહિલ પારખ, કાર્તિકેય કેપી, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ પંગાલિયા, સમિત દ્રવિડ, યુધજીત ગુહા, સમર્થ એન, નિખિલ કુમાર, ચેતન શર્મા, હાર્દિક રાજ , રોહિત રાજાવત , મોહમ્મદ ઇનાન.
ચાર દિવસીય ટીમઃ વૈભવ સૂર્યવંશી, નિત્યા પંડ્યા, વિહાન મલ્હોત્રા, સોહમ પટવર્ધન (કેપ્ટન), કાર્તિકેય કેપી, સમિત દ્રવિડ, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ પંગાલિયા, ચેતન શર્મા, સમર્થ એન, આદિત્ય રાવત, નિખિલ કુમાર, અનમોલજીત સિંહ, આદિત્ય સિંહ , મોહમ્મદ ઇનાન.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી