વિશ્વ ક્રિકેટમાં એવા ઘણા ક્રિકેટરો (Cricketers) છે, જેમણે પ્રેમમાં પડ્યા પછી લગ્ન પહેલા જ પિતા બનવાનું સુખ પ્રાપ્ત કર્યું છે. આ ક્રિકેટર્સ લગ્ન પહેલા પોતાની ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ પિતા બન્યા છે. ક્રિકેટરો (Cricketers) ની આ અનોખી યાદીમાં એક ભારતીય પણ સામેલ છે. ચાલો એક નજર કરીએ આવા ક્રિકેટરો (Cricketers) પર જેઓ લગ્ન પહેલા જ પિતા બની ગયા છે.
આ 8 સ્ટાર ક્રિકેટર્સ (Cricketers) લગ્ન પહેલા જ બન્યા પિતા
હાર્દિક પંડ્યા એક ભારતીય ક્રિકેટર (Cricketer) છે જે લગ્ન પહેલા જ પિતા બની ગયો છે. હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020 ના રોજ દુબઈમાં બોલિવૂડ અભિનેત્રી નતાસા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી. 30 જુલાઈ, 2020 ના રોજ, હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો કે તેની ગર્લફ્રેન્ડ ગર્ભવતી છે અને તે પિતા બનવા જઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાના બાળકનું નામ ‘અગસ્ત્ય’ રાખ્યું છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા અને તાજેતરમાં જ બંનેએ છૂટાછેડા લીધા હતા.
2. જૉ રૂટ
આ યાદીમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે જો રૂટ એવા ક્રિકેટર (Cricketer) પણ રહી ચૂક્યા છે જે લગ્ન કર્યા વગર પિતા બન્યા હતા. જો રૂટ તેની ગર્લફ્રેન્ડ કેરી કોર્ટેલને 2014થી ડેટ કરી રહ્યો હતો. બંનેએ વર્લ્ડ કપ T20 પહેલા માર્ચ 2016માં સગાઈ કરી હતી, જો રૂટ લગ્ન વગર પિતા બન્યા હતા. જો રૂટના પુત્ર આલ્ફ્રેડનો જન્મ 7 જાન્યુઆરી 2017ના રોજ થયો હતો. આ પછી બંનેએ લગ્ન કરી લીધા.
3. ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર લગ્ન વગર પિતા બની ગયો છે. 2014 માં, ડેવિડ વોર્નરની ગર્લફ્રેન્ડ કેન્ડિસે તેની પ્રથમ પુત્રીને જન્મ આપ્યો. ડેવિડ વોર્નરે 2015માં કેન્ડિસ સાથે લગ્ન કર્યા હતા. વોર્નરને ત્રણ પુત્રીઓ છે, ઈવી, ઈન્ડી અને ઇસલા.
4. ઈમરાન ખાન
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર (Cricketer) ઈમરાન ખાન પણ લગ્ન વગર પિતા બની ગયા હતા. ઈમરાન સીતા વ્હાઈટ સાથે સંબંધ હતા. સીતા અને ઈમરાન વચ્ચેનો સંબંધ 1987-88માં શરૂ થયો હતો અને બંને 1991માં નજીક આવ્યા હતા. 1992માં તેમના ઘરે એક બાળકનો જન્મ થયો જે ઈમરાન ખાનનું બાળક હતું, પરંતુ શરૂઆતમાં ઈમરાને આ વાતનો ઈન્કાર કર્યો, બાદમાં ડીએનએ ટેસ્ટમાં ખબર પડી કે આ બાળક ઈમરાન ખાનનું છે.
5. ડ્વેન બ્રાવો
વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ સ્ટાર ક્રિકેટર (Cricketer) ડ્વેન બ્રાવો પણ લગ્ન પહેલા પિતા બની ગયો છે. ડ્વેન બ્રાવોને તેની બે ગર્લફ્રેન્ડ ખૈતા ગોન્સાલ્વિસ અને રેજિના રામજીત સાથે ત્રણ બાળકો છે.
1980માં ભારતની મુલાકાતે આવેલા વિવિયન રિચર્ડ્સ પ્રખ્યાત ભારતીય અભિનેત્રી નીના ગુપ્તાને મળ્યા હતા. તેમનું અફેર લાંબા સમય સુધી ચાલ્યું અને બંને લિવ-ઈન રિલેશનશિપમાં પણ રહેતા હતા. 1989માં નીનાએ એક દીકરીને જન્મ આપ્યો, જેનું નામ મસાબા છે. વિવિયન રિચર્ડ્સે મરિયમ સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો પણ છે.
7. ક્રિસ ગેલ
આ લિસ્ટમાં દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનો પણ સમાવેશ થાય છે, જે લગ્ન વગર પિતા બની ગયો છે. 2017માં જ્યારે IPL ચાલી રહી હતી ત્યારે તેની ગર્લફ્રેન્ડ નતાશા બેરિજે એક પુત્રીને જન્મ આપ્યો હતો. જો કે ક્રિસ ગેલના નામ સાથે અન્ય ઘણા વિવાદો જોડાયેલા છે, પરંતુ ક્રિસ ગેલે પણ આ કારનામું કર્યું છે.
આ પણ વાંચો: શું તમારું YouTube એકાઉન્ટ હેક (Hacked) થયું છે? ગૂગલ લાવ્યું નવું ફીચર, જેનાથી પળવારમાં રિકવરી થઈ જશે
વર્ષ 2022માં દુનિયાને અલવિદા કહેનાર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ પણ લગ્ન પહેલા પિતા બની ગયા હતા. સાયમન્ડ્સ અને તેની પત્ની લૌરાએ 2014માં લગ્ન કર્યા હતા. પુત્રના જન્મના એક વર્ષ બાદ બંનેના લગ્ન થયા. તેમની પત્ની લૌરા ઉપરાંત, તેમના બે બાળકો ક્લોઈ અને બિલી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી