સુરત. ડુમસ રોડ સ્થિત લે મેરિડીયન હોટેલ ખાતે સુરતની સ્વાદપ્રિય જનતાને ધ્યાનમાં રાખી ચોમાસાની ઋતુમાં ખાસ મોન્સુન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાદે રીમઝીમ નામથી આયોજિત ફૂડ ફેસ્ટિવલની મંગળવાર થી શરૂઆત થઈ ગઈ છે અને આ ફૂડ ફેસ્ટિવલ 27 ઓગસ્ટ સુધી ચાલશે. ફૂડ ફેસ્ટિવલનું આયોજન લે મેરિડીયન હોટેલના ચોથા માળે આવેલ ઓલ ડે ડાઇનિંગ ખાતે કરવામાં આવ્યું છે. આ અંગે લે મેરિડીયનના ચીફ શેફ શશીકાંત રાઠોડે જણાવ્યું હતું કે મોન્સુન ફૂડ ફેસ્ટિવલમાં 100 થી વધુ વાનગીઓ પીરસવામાં આવી રહી છે. ખાસ કરીને આ વાનગીઓ મિલેટ્સ અને ચાટની વિવિધ વાનગીઓ સાથે જ ચોમાસામા જે વાનગીઓ વધુ ખાવાનું પસંદ કરે છે તે તમામ વાનગીઓ અહીં પીરસવામાં આવી રહી છે. જેમાં ગુજરાતી સાથે સાઉથ ઇન્ડિયન અને નોર્થ ઈન્ડીયન ફૂડ સામેલ છે. સાથે જ મોકટેલ અને પીઝા, ટોસ્ટ વગેરેની પણ જયાફત માણી શકાય છે.