ફિલ્મ નિર્માતા સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મ નિર્માતાએ કહ્યું કે એડવાન્સ પેમેન્ટ લેવા છતાં સની દેઓલે ફિલ્મ કરી નથી.
‘ગદર 2’થી શાનદાર કમબેક કર્યા બાદ સની દેઓલને ફિલ્મોનો ઢગલો થઈ ગયો છે. સની દેઓલ પણ એક પછી એક પોતાની ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ફિલ્મ પ્રોડ્યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી, જૂઠું બોલવા અને પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મ નિર્માતા સૌરવ ગુપ્તાએ આ સપ્તાહની શરૂઆતમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન Sunny Deol પર આક્ષેપો કર્યા છે. સૌરવ ગુપ્તાએ આક્ષેપો કરતા કહ્યું છે કે તેણે (Sunny Deol) વર્ષ 2016માં તેમની પાસેથી એડવાન્સ પેમેન્ટ લીધું હતું અને ફિલ્મ કરવાનું વચન આપીને વધુ પૈસા લીધા હતા. પરંતુ ‘ગદર 2’ જોરદાર હિટ થયા પછી તેણે ફિલ્મો કરવાનું બંધ કરી દીધું.
સની દેઓલે એડવાન્સ પેમેન્ટ લીધું!
ફિલ્મ નિર્માતા સૌરવ ગુપ્તાએ એચટી સિટીને જણાવ્યું છે કે તેણે (Sunny Deol) વર્ષ 2016માં આ ફિલ્મ સાઈન કરી હતી, જેમાં તેની ફી 4 કરોડ રૂપિયા હતી. સૌરવ ગુપ્તાએ કહ્યું હતું કે મેં તેને 1 કરોડ રૂપિયા એડવાન્સમાં આપ્યા હતા. પરંતુ ફિલ્મ શરૂ કરવાને બદલે તેણે (Sunny Deol) પોસ્ટર બોયઝ (2017)નું શૂટિંગ શરૂ કર્યું. ફિલ્મ નિર્માતા સૌરવ ગુપ્તાએ વધુમાં કહ્યું હતું ‘તે (Sunny Deol) મારી પાસે સતત પૈસા માંગતો હતો અને હવે મારા 2.55 કરોડ રૂપિયા સની દેઓલના ખાતામાં છે. તેણે મને બીજા ડાયરેક્ટરને પૈસા આપવા, ફિલ્મીસ્તાનનો સ્ટુડિયો બુક કરવા અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર માટે પણ પૂછ્યું.
આ પણ વાંચો: ઉત્તર કોરિયાની વધુ એક નિષ્ફળતા…ઉત્તર કોરિયાની આકાશમાંથી ‘જાસૂસી’ કરવાની યોજના નિષ્ફળ
ફિલ્મ નિર્માતાએ સની દેઓલ પર આરોપ લગાવ્યા
ફિલ્મ નિર્માતા સૌરવ ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે તેણે (Sunny Deol) તેની કંપની સાથે વર્ષ 2023માં નકલી કરાર કર્યો હતો. ફિલ્મ નિર્માતાએ આગળ કહ્યું કે ‘જ્યારે અમે કરાર વાંચ્યો, ત્યારે અમે જોયું કે તેઓએ વચ્ચેનું પૃષ્ઠ બદલ્યું, જ્યાં ફીની રકમ 4 કરોડ રૂપિયાથી વધારીને 8 કરોડ રૂપિયા અને નફો વધારીને 2 કરોડ રૂપિયા કરવામાં આવ્યો…’ ફિલ્મ નિર્માતા સુનીલ દર્શન પણ નિર્માતા સૌરવ ગુપ્તાના સમર્થનમાં આવ્યા છે. અને તેઓએ પણ સની દેઓલ પર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે, ‘તેણે (Sunny Deol) તેની ફિલ્મ અજયના રાઇટ્સ ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યુશન માટે લીધા હતા અને જેનું અડધું જ પેમેન્ટ કર્યું…’