બુલેટ ટ્રેન દેશના 10 રૂટ પર દોડશે. એક દિવસ પહેલા જ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં વડાપ્રધાને વધુ ત્રણ નવા રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી.
આ પહેલા બુલેટ ટ્રેનના છ રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને અમદાવાદથી મુંબઈ રૂટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. રેલવે મંત્રીએ 2026માં બુલેટ ટ્રેન દોડાવવાની પણ જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે નવા રૂટ શું હશે અને જૂના રૂટનો પ્રોગ્રેસ રિપોર્ટ શું છે?
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વડાપ્રધાને જે ત્રણ નવા રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે તેમાં ઉત્તર, દક્ષિણ અને પૂર્વનો સમાવેશ થાય છે. હાલમાં અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનનું બાંધકામ ચાલી રહ્યું છે. તેનું નિર્માણ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદ ઉપરાંત ભવિષ્યમાં વધુ છ રૂટ પર બુલેટ દોડાવવાની તૈયારી છે. આ તમામ છ રૂટ પર ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પૈકીના બે રૂટ પર ડીપીઆર તૈયાર કરવાની કામગીરી ચૂંટણી બાદ શરૂ થશે.
દિલ્હી-અમૃતસર, હાવડા-વારાણસી-પટના, દિલ્હી-આગ્રા-લખનૌ-વારાણસી, દિલ્હી-જયપુર-ઉદયપુર-અમદાવાદ, મુંબઈ-નાસિક-નાગપુર, મુંબઈ-હૈદરાબાદ કોરિડોર માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:હવે સાત સમંદર પાર નેધરલેન્ડમાં પણ બિરાજશે રામ લલ્લા, કાશીમાં અયોધ્યા જેવી હુબહુ પ્રતિમા તૈયાર કરાઈ
આ માર્ગોનો ડીપીઆર ચૂંટણી બાદ કરવામાં આવશે
રેલવેના જણાવ્યા અનુસાર અમદાવાદ-મુંબઈ બાદ હાવડા-વારાણસી અને દિલ્હી-અરમતસર વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. ડીપીઆર બનાવવાની પ્રક્રિયા લોકસભાની ચૂંટણી બાદ શરૂ થશે. ડીપીઆરનું કામ છથી આઠ મહિનામાં પૂર્ણ થશે.