આ છે ભારતનું ગહમર ગામ એટલે સૈનિકોની છાવણી
ભારતના કેટલાક ગામો આપણને ગૌરવનો અનુભવ કરાવે છે. પરંતુ અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છે દેશની રક્ષા કરનાર સૈનિકોની !! ઉત્તર પ્રદેશનું એક ગામ… ગહમર ગામ કે જે એશિયાનું સૌથી મોટું ગામ છે ઉપરાંત ગહમર ગામને સૈનિકોનું ઉત્પતિ સ્થાન પણ માનવામાં આવે છે.
આ ગામનાના ઘર ઘરમાંથી નીકળે છે સૈનિકનો જવાન
ગહમર ગામ ઉત્તર પ્રદેશના ગાંઝીપુરથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલું છે. ગહમર ગામને સૈનિકોની ખાણ માનવામાં આવે છે. આ ગામમાં વસતા લોકોની સંખ્યા ૧ લાખ ૩૦ હજારની આસપાસ છે. આ ગામના લગભગ ૪૦ હજાર લોકો સૈનિકોમાં જોડાઈ દેશની સેવા કરી રહ્યા છે. જયારે ૧૦ હજાર લોકો ભૂતપૂર્વ સૈનિકો નિવૃત થઇ ચુક્યા છે. ગામનો દરેક યુવાન મોટો થઇને દેશની રક્ષા કાજે બલિદાન આપવા તત્પર રહે છે. અને આજ કારણથી જ અહીં સૌનિકોનું ખુબ માન છે. ગહમર ગામના સપૂતો ભારતીય સેનામાં સૈનિકથી શરુ કરી કર્નલ સુધી પણ પહોંચ્યો છે. દરેક ઘરમાં સૈનિકની તસ્વીર, આર્મીની વર્દી અને શોકેઝમાં નાની મોટી સિધ્ધીઓના મેડલ જોવા મળે છે.
એશિયાનું સૌથી ગામ એટલે ઉત્તર પ્રદેશનું આ ગહમર ગામ
ગામ ૨૦ પટ્ટીઓમાં વહેંચાયેલું છે. દરેક પટ્ટીનું નામ ગામના સૈનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગામના સેંકડો યુવાનો ગંગા નદીના કાંઠે આવેલા મઠીયા ચોક પાસે સવાર સાંજ આર્મીમાં ભરતી થવાની તૈયારીઓ કરતા નજરે પડે છે. આગામનું સંતાન ૧૦ માં ધોરણમાં અભ્યાસ કરતુ હોય ત્યારથી જ આર્મી માટેની તૈયારીઓ શરુ કરી દે છે. એક સમય એવો હતો કે ત્યાં ખાસ આર્મી શિબિરનું આયોજન થતું હતું. પરંતુ ૧૯૮૬ પછી કોઈ કારણોસર શિબિર બંધ કરી દેવામાં આવી હતી. વેકેશન દરમ્યાન ગામ સૈનિકોની છાવણીમાં ફેરવાઈ જાય છે.વધુમાં, ગહમર ગામનું રેલ્વે સ્ટેશન ૧૧ ટ્રેનોનું સ્ટોપ છે. આ ટ્રેનમાંથી કોઈને કોઈ સૈનિક ટ્રેનમાં ચઢતો કે ઉતરતો જોવા મળે છે.કેટલાક પરિવારની તો પાંચમી પેઢી આર્મીમાં ફરજ બજાવી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી