- વિરમગામ શહેરના સામાસૂર્યા વિસ્તારની સમસ્યા
- પીવાના પાણી ગટર ના પાણી માં મિક્સ થતા સ્થાનિકોમાં ભારે રોષ
વિરમગામ શહેર ના વોર્ડ નં 3 સામાંસુર્યા વિસ્તાર માં છેલ્લા બે વર્ષ થી ગટર ઉભરાતી હોવાની રાવ છે જ્યારે એક અઠવાડિયા થી પીવાના પાણીની લાઇન ગટર ના ચેમ્બર ની પાસેથી નીકળતી હોય જેના કારણે પીવાનું પાણી ની લાઈન લીકેજ થતાં ગટર ના પાણી સાથે મિક્સ થઈને આવતું હોવાથી વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે વિરમગામ નગરપાલિકા મા વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ આખઆડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે જો આવીજ સ્થિતિ રહસે તો લોકો માં બીમારી નું પ્રમાણ વધે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે જલ્દી સત્વારે નગરપાલિકા ના અધિકારી ઓ દ્વારા પીવાના પાણીની લાઈન ગટર લાઇન થી અલગ કરીને નાખવામાં આવે તેવી સ્થાનિક લોકો ની માંગ
નસીબ મલેક, વિરમગામ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી