- નવી સિવિલ હોસ્પીટલના રેસિડેન્ટ તબીબના અપમૃત્યુ કેસ
- 24 કલાક કામ કરાવતા ડોક્ટરો સામે પરિવારે આવેદનપત્ર આપ્યુ
સુરત સિવિલ હોસ્પિટલ કમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા તબીબ વિદ્યાર્થીનું માંદગી દરમિયાન મોત નિપજવાની દુઃખદ ઘટમાંમાં પરિવારે સર્જરી વિભાગના યુનિટ હેસ અને સિનિયર રેસિડેન્ટ તબીબની બેજવાબદારી હોવાનો આરોપ લગાડી આવેદનપત્ર આપ્યું હતું. એટલું જ નહીં પણ ડો. રાજેન્દ્ર રામાણીને બીમાર અવસ્થામાં માનસિક રીતે હેરાન કરી રજા પણ આપવામાં ન આવી હોવાની રજુઆત કરવામાં આવી હતી. 24 કલાક દરમિયાન સુવા અને જમવા માટે નો સમય પણ ફળવાતો ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. ડો.રાજેન્દ્ર ને બીમાર અવસ્થામાં કામ કરાવી બેભાન થઈ ગયા બાદ સિવિલમાં જ સારવાર આપવાના બદલે પરિવારને ફોન પણ જાણ કરી લઈ જવા નું કહેવામાં આવ્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે મેડિકલ ડાયગનોસીસ મુજબ ડો. રાજેન્દ્ર ન્યુમોનિયાથી મૃત્યુ પામ્યો હશે પણ એને સમયસર સારવાર મળી હોત તો બચાવી શકાયો હોત એ વાતને પણ નકારી શકાય નહીં, જેની પાછળ સિવિલના સર્જરી વિભાગના જવાબદાર ડોક્ટર અને રેસિડેન્ટ તબીબ છે. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડિન ડો. વર્માએ પીડિત પરિવારની વ્યથા સાંભળી તપાસ કમિટી બનાવવાની બાંહેધરી આપી હતી સાથે સાથે 10 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે પગલા ભરવા ખાત્રી આપી છે. પરિવારે પોલીસ કમિશનર, કલેક્ટર, આરોગ્ય વિભાગ અને CM અને PM સુધી લેખિતમાં રજુઆત કરી ન્યાય માટે અપીલ કરી હતી.
મુકેશ ગુરવ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી