- સારોલીમાં 11 લાખના 8 કિલો ચરસ સાથે 2 નેપાળી યુવકો ઝડપાયા
- ચરસનો જથ્થો બન્ને યુવકો નેપાળથી લાવ્યા હતા
સુરતમાં નશાના વેપલા પર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઈન સુરત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે છાસવારે પોલીસ દ્વારા બાજનજર રાખીને આ પ્રકારનો વેપલો ચલાવનારાને ઝડપી લેવામાં આવે છે. ત્યારે સારોલી પોલીસે ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે 8 કિલો ચરસ ઝડપી લેવામાં આવ્યું છે.સારોલી પોલીસ મથક હદ્દ વિસ્તારમાંથી ચરસ ઝડપી લેવામાં આવ્યું છે.
સારોલી પોલીસે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં 8 કિલો ચરસ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેની અંદાજે કિંમત 11 લાખ રૂપિયા જેવી થાય છે. આ ચરસનો જથ્થો લાવનારા 2 નેપાળી યુવકોને ઝડપી લેવામાં આવ્યાં છે. ચરસનો જથ્થો બન્ને યુવકો નેપાળથી લાવ્યા હતા. સુરતના સીમાડા ચેકપોસ્ટ પાસેથી બન્ને યુવકોને ઝડપી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર બાતમીના આધારે ઓપરેશન પાર પાડયું છે
યાસીન દારા, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી