- સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરનાર 5 ઠગબાજોની ધરપકડ
- 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
અમદાવાદ ગ્રામ્ય SOGએ સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરનાર 5 ઠગબાજોની ધરપકડ કરી છે. આ તમામ પાસેથી કુલ 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવો છે. પકડાયેલા આ આરોપીઓ સસ્તા સોનાની લાલચ આપી પહેલા સાચું સોનું આપતા હતા અને બાદમાં ખોટું સોનું પધરાવી દેતા હતા.
આરોપીઓ દલાલો / વચેટીયા મારફતે ભોગ બનનારને ઓછા પૈસામાં સોનુ આપવાની લાલચ આપી સાચુ સોનું બતાવી શરુઆતમાં પ્રમાણીક વ્યવહારો કરી વિશ્વાસમાં લઇ વધુ સોનુ ખરીદવા લાલચ આપી મોટી રકમ લઇને ખોટુ સોનુ આપી અથવા આપ્યા વગર પૈસા મેળવી છેતરપીંડી કરતા હતા.આ આરોપીઓ લોકો સાથે મિત્રતા કેળવી ભોગ બનનારને લાલચ પ્રલોભન આપી વિશ્વાસમાં લઇ નાની નોટોસિક્કાના બદલામાં મોટી નોટો આપવી, મોટી નોટોના બદલામાં સો-સો ની નોટો આપવી, સસ્તુ સોનુ આપવાની લાલચ આપવી વિગેરે રીતે છેતરપિંડી કરતા હતા.
ગોહેલ સોહેલ, અમદાવાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી