- બોરસદના ઝારોલા પાસે કારએ બાઇક અને ટ્રક વચ્ચે અક્સમાત
- અકસ્માતમાં ત્રણનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા
- બનાવ અંગે ભાદરણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આણંદ જિલ્લાના બોરસદના ઝારોલા પાસેગત રાત્રીના સુમારે ઓવરસ્પીડમાં જઈ રહેલી કારએ બાઇકને ટક્કર માર્યા બાદ કાર સામેથી આવતી રેતી ટ્રક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે. ત્રણ ઘાયલ થયા હતા જે બનાવ અંગે ભાદરણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોરસદ ધુવારણ જતા માર્ગ પર ગત મોડી રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલી બલેનો કારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા આગળ જતી બાઈકને ટક્કર મારી સામેથી આવતી રેતી ભરેલી ટ્રકમાં ઘૂસી જતા ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં જંત્રાલ ના ત્રણ નવ યુવાનોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ પહોચી હતી સમગ્ર મામલે ભાદરણ પોલીસે ઘટના સાથે પહોંચી ત્રણ કલાકની ભારે જેહમત બાદ તમામ મૃતદેહોને ગાડીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાના પગલે આજે ડીવાયએસપીએ પી કે દિયોરાએ ઘટનાનું નિરીક્ષણ કર્યું જેમાં એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
યુનુસ વહોરા, આણંદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી