ગુજરાતના અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ-સિક્યોરિટી બેરેકમાં આજે સવારે 7 વાગ્યે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. ગત રોજ (મંગળવારે) ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા પકડીને જેલમાં સોંપવામાં આવેલા આતંકવાદી અહેમદ (Ahmed) ને ત્રણ કાચા કામના કેદીઓએ બેરેકમાં જ ઘેરી લઈને બેફામ માર માર્યો હતો. આ ઘટનાથી જેલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે.
અમદાવાદના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (કંટ્રોલ) ભરત રાઠોડે જણાવ્યું કે, “આજે સવારે 7 વાગ્યે હાઈ-સિક્યોરિટી બેરેકમાં અહેમદ (Ahmed) હતો. તેની સાથે બીજા બે આતંકવાદી શંકાસ્પદો પણ હતા. ત્રણ કેદીઓએ અચાનક અહેમદને ઘેરી લીધો અને મુઠ્ઠી-લાતો તથા હાથમાં પહેરેલી લોખંડની વીંટીઓથી માર માર્યો હતો. અહેમદ (Ahmed) ને આંખની બાજુમાં માથા પર અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા થઈ છે. અહેમદને તુરંત જ જેલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.”
હુમલો કરનાર કેદીઓની ઓળખ:
- અનિલકુમાર ખુમાણ (કાગડાપીઠ, અમદાવાદ) — બે હત્યા કેસમાં આરોપી
- શિવમ શર્મા (અમરાઈવાડી,અમદાવાદ) — હત્યા કેસમાં સંડોવાયેલ
- અંકિત લોધી (સાબરમતી,અમદાવાદ) — POCSO એક્ટ હેઠળ આરોપી
અધિકારીઓમાં મચી દોડધામ જાણવા
મળતી માહિતી મુજબ, અહેમદ (Ahmed) ના આગમન પછી જ બેરેકમાં બોલાચાલી શરૂ થઈ હતી. અન્ય બે આતંકવાદી શંકાસ્પદો સાથે પણ અહેમદની વાતચીત થઈ હતી, જેના કારણે આ ત્રણ કેદીઓએ અચાનક હુમલો કર્યો. ઘટનાની જાણ થતાં જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડીસીપી ભરત રાઠોડ ATSના અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્રણેય હુમલાખોર કેદીઓને અલગ-અલગ બેરેકમાં ખસેડવામાં આવ્યા છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 118 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જેલના અધિકારીઓ તમામ કેદીઓની પૂછપરછ કરી રહ્યા છે. આ ઘટનાએ ગુજરાજ્યની સૌથી સુરક્ષિત માનવામાં આવતી જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આતંકવાદી શંકાસ્પદને જેલમાં જ માર મારવામાં આવે તે ઘટના ખૂબ જ ગંભીર છે. ગૃહ વિભાગે આ બનાવની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી શકે છે અને જેલના CCTV ફૂટેજની પણ તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
અહેમદ (Ahmed) ની ધરપકડ ક્યાં કરવામાં આવી હતી?
ATS અનુસાર, ડૉ. અહેમદ સૈયદ ખતરનાક રાસાયણિક ઝેર રિસિનનું ઉત્પાદન કરી રહ્યો હતો અને તે ઇસ્લામિક સ્ટેટ ખોરાસન રિજન (ISKP) સાથે સંકળાયેલો હતો. ડૉ. સૈયદ ઉપરાંત, ATS એ આ કેસના સંદર્ભમાં બે અન્ય વ્યક્તિઓ, આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમની પણ ધરપકડ કરી હતી. દિલ્હી, લખનૌ અને અમદાવાદમાં તેમના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
અહેમદ (Ahmed) સૈયદ ઉચ્ચ શિક્ષિત છે !
ગુજરાત ATS ના DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે અહેમદ સૈયદ એક ઉચ્ચ શિક્ષિત અને કટ્ટરપંથી વ્યક્તિ છે. તેણે મોટી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે ભંડોળ એકત્ર કરવા અને લોકોને ભરતી કરવાની યોજના બનાવી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ એ પણ ખુલાસો કર્યો કે તેમના હેન્ડલરએ પાકિસ્તાન સરહદથી ડ્રોન દ્વારા તેમને શસ્ત્રોનો જથ્થો મોકલ્યો હતો.
ચીનથી MBBS ડિગ્રી
આ ધરપકડ એક સૂચનાના આધારે કરવામાં આવી હતી. ATS ટીમે હૈદરાબાદના રહેવાસી ડૉ. સૈયદની ગાંધીનગરથી ધરપકડ કરી હતી. તે સમયે, તેની પાસેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ અને 30 જીવંત કારતૂસ મળી આવ્યા હતા. ડૉ. અહેમદ મોહીઉદ્દીન સૈયદ ચીનથી MBBS ડિગ્રી ધરાવે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
