- લોહાણા સમાજને ટાર્ગેટ કરતો અભદ્ર ભાષાનો ઓડિયો વાયરલ
- ઓડિયો વાયરલ થતા સમગ્ર લોહાણા સમાજ લાલઘૂમ
- જામ ખંભાળિયા પોલીસ મથકમાં સિંધી વેપારી વિરુદ્ધ નોધાવી ફરિયાદ
દેવભૂમી દ્વારકા જિલ્લામાં સમગ્ર લોહાણા સમાજ ને ટાર્ગેટ કરતો અભદ્ર ભાષાનો વાયરલ ઓડિયો થતા સમગ્ર લોહાણા સમાજ લાલઘૂમ થયો છે અને જામ ખંભાળિયા લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં આક્રોશ સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. જતા જામ ખંભાળિયા પોલીસ મથકમાં જામનગરના સિંધી વેપારી વિરુદ્ધ અરજી ફરીયાદ નોંધાવી હતી જામનગરના સિંધી વ્યાપારી અને પોરબંદરના લોહાણા વ્યાપારી વચ્ચે આર્થિક વ્યવહારો અંગે ઉગ્ર બોલાચાલી સાથે વ્યક્તિગત નહિ પરંતુ સિંધી વેપારી દ્વારા સમગ્ર લોહાણા સમાજને સંબોધી અભદ્ર વાણીવિલાસ કર્યો હતો ખંભાળિયા લોહાણા દ્વારા જામનગર ના સિંધી વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા લોહાણા સમાજ ની માંગ સાથે અરજી ફરીયાદ નોંધાવી હતી
જયસુખ મોદી,જામ ખંભાળીયા દેવભૂમિ દ્વારકા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં