- ભારતમાં કુટુંબ પ્રબોધન થકી જ લગ્ન જેવા બંધનો સાત ભવઃ પાર કરાવે છે – કુલપતિ પ્રો. રોહિત દેસાઈ
- આજે “મદદ” પોર્ટલ થકી ઘણી મહિલાઓ વિદેશમાં પણ લગ્ન જેવી તકલીફોમાં ભારત સરકારની મદદ મેળવી ન્યાય મેળવે છે – ડો રાજુલ દેસાઈ પૂર્વ સદસ્ય મહિલા આયોગ
- સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયામાં અંજાઈ લગ્ન સુધીની સફર મહિલાઓ માટે સમસ્યારૂપ બની રહી છે. જ્યોત્સના નાથ એડવોકેટ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પંડિત દીનદયાળ કનવેન્સન હોલ ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તેમજ અમદાવાદ ની ગુજરાત યુનિવર્સિટીના મહિલા વિકાસ સેલ અને આંતરિક ફરિયાદ સમિતિ વિભાગ તથા પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આર્કિટેક્ટ વિભાગના પ્રયત્નો દ્વારા “એનઆરઆઈ લગ્ન : શું કરવું અને ન કરવું : આગળનો રસ્તો” વિષયક એક દિવસીય જાગૃતિ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ. તેમાં બધાજ મહેમાનોનો સ્વાગત કરવામાં આવ્યું. મહિલા વિકાસ સેલ અને આંતરિક ફરિયાદ સમિતિના ચેર પર્સન શ્રી પ્રો. જ્યોતિ પારેખ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું સપ્રાંત સમયમાં આ મોટી સમસ્યા તરીકે રૂપ લઈ રહ્યું છે જેના માટે સમાજે જાગૃતિ થવાની જરૂર છે. મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઇએ એનઆરઆઈ લગ્નથી થતી વિવિધ સમસ્યાને લગતી કોઈ ફરિયાદ કરવા અંગે ખૂબ જ વિગતવાર માહિતી આપી.
કેટલીક એવી ઘટનાઓ થી પણ અવગત કરવ્યા જેમાં તેમને તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પીડિતોને રાહત આપવામાં આવી હતી. તેમજ તેમને ભારત સરકાર દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ પર જે પોર્ટલ થકી રાહત આપવા તેમજ તેમાં ફરિયાદ કરવાની સુવિધા વિશે પણ જાણ આપી તેમાં madad અને ncr complaint થકી જે મહિલાઓ આવા વિપતમાં હોય તેમને મદદ કરવા સક્રિય જોવા મળે છે. તેમજ યુવાનોને સલાહ આપી કે NRI ના મોહ માંથી બહાર આવી સાચા અને સારા જીવનની પસંદગીએ ખૂબ લાભ દાયક ગણી શકાય. જેમાં કુટુંબપ્રબોધન થકી જે લગ્ન સબંધો બંધાય છે એની સરાહના આપી. તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. રોહિતકુમાર દેસાઈ દ્વારા કાર્યક્રમમાં થયેલ પેનલ ડીશકશનમાં NRI લગ્ન એટલે શું? તેને લગતા પ્રશ્નો તેમજ તેના નિવારણ માટે જે ચર્ચા કરવામાં આવી તેના વિશે તેમના મંતવ્યો મૂકતા જણાવ્યું હતું કે, ભારત જેવા દેશમાં કુટુંબ પ્રબોધનના સંસ્કારો જીવંત છે અહી લગ્નમાં જે ઘરોએ આ સંસ્કારો જીવંત રાખ્યા છે ત્યાં લગ્ન વિચ્છેદ જેવી સમસ્યાઓ ઓછી જોવા મળે છે. મહિલાઓને સોશિયલ મીડિયા, પોર્ટલ કે વેબસાઇટ થી પ્રેરાયીને કે સારા ચહેરાના મોહ માત્રથી લગ્નને લગતા નિર્ણયો ના લેવા જોઈએ. છેલ્લે પેનલ ચર્ચામાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો નિષ્ણાતો દ્વારા જવાબ આપવામાં આવ્યા.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. રોહિતકુમાર દેસાઈ, રજીસ્ટાર ડૉ. કે. કે. પટેલ, મહિલા વિકાસ સેલ અને આંતરિક ફરિયાદ સમિતિના ચેર પર્સન પ્રો. જ્યોતિ પારેખ, મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઇ તેમજ આર્કિટેક્ટ વિભાગના વડા પ્રો.આર્કિટેક મીરા ચટવાની, આસી. રજી. ડો પારૂલબેન, પ્રો.સ્મિતા બેન વ્યાસ, પ્રો સંગીતાબેન શર્મા પોલીસ વિભાગમાંથી ડીવાએસપી કે કે પંડ્યા તેમજ પાટણ પોલીસ વિભાગમાંથી સોનલબેન ચૌધરી, લો વિભાગ્નના પ્રોફેસર ડો સોનિયાબેન જોશી, ડો. સિદ્ધિ અગ્રવાલ, ડો. કવિતા ત્રિવેદી મહિલા કોન્સ્ટેબલ તથા વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં