- પાકિસ્તાનને ઉસ્માનના માથે રાખ્યું હતું ઈનામ
- ‘નૌશેરાનો શેર’ કહેવાતો ઉસ્માન
વૈષ્ણો દેવી ગુફા હિન્દુઓની આસ્થાનું મુખ્ય સ્થળ છે. કરોડો ભક્તો માતાજીના દર્શનનો લ્હાવો મેળવવા માંગતા હોય છે. અહીં મહાકાળી, મહાલક્ષ્મી અને માતા સરસ્વતી બિરાજમાન છે. એક સમય એવો હતો જ્યારે આ મંદિર પર કબાયલી અને નાપાક પાકિસ્તાની ફોજની નજર હતી. ત્યારે તેમના રસ્તામાં ભારતીય બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન હતા. કે જેમણે વૈષ્ણો દેવી ગુફા પર ખરોચ પણ આવવા દીધી ન હતી.
ભારત આઝાદ થયું ને માંડ બે મહિના વીત્યા હતા. ત્યાં કબાયલી પઠાણોએ પાકિસ્તાની ફોજની મદદથી હુમલો કર્યો હતો. તે સમયે ભારે હિમવર્ષા થઇ હતી. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા દરમ્યાન કબાયલીઓ શ્રીનગરના આંતરિક ક્ષેત્ર સુધી પહોંચી ગયા હતા. ભારતીય સેનાના કેટલાક સૈનિકો ત્યાં પહોંચ્યા છતાં કબાયલીઓ અટક્યા ન હતા. તેઓનો નાપાક ઈરાદો શ્રીનગર થઈ ને જમ્મુ સુધી પહોંચી ‘હરિ નિવાસ પેલેસ’ થી લઈ માતા વૈષ્ણો દેવીની ગુફા કબ્જે કરવાનો હતો. પરંતુ તેઓના રસ્તામાં પહાડની જેમ એક વ્યક્તિ ઊભો હતો. અને એ હતા ભારતીય બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન
નવેમ્બર ૧૯૪૭, ના પહેલા અઠવાડિયા સુધીમા કબાયલી રાજૌરી પહોંચી ગયા હતા. ૨૪ નવેમ્બર નજીક તેઓએ ઝંગડ પર કબજો કરી લીધો હતો. કબાયલીઓનું બીજું લક્ષ્ય નૌશેરા હતુ. એક વખત નૌશેરા કબ્જે કર્યા પછી જમ્મુ દૂર ન હતું. તે સમયે મોહમ્મદ ઉસ્માન નૌશેરામાં ફરજ પર હતા.કબાયલીઓએ ચારે બાજુથી નૌશેરાને ઘેરી લીધું હતું. અહીં તેઓએ ત્રણ વખત હુમલો કર્યો હતો. પરંતુ ભારતીય બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માને તેમને વળતો જવાબ આપ્યો હતો.
આ સમય દરમિયાન જનરલ કરિયપ્પાએ ઉસ્માન સહિત તેમની સૈનિક ટીમ પાસે ભેટ માંગી હતી. અને એ ભેટ હતી, કબાયલીઓના કબ્જામાંથી કોટને મુક્ત કરવાનો. જે ઓપરેશન ને કીપર નામ આપવામાં આવ્યું હતું. આ યુધ્ધમાં બંને તરફથી ભારતીય સેનાએ હુમલો કર્યો હતો તદુપરાંત ભારતીય વાયુ સેનાએ પણ ઉસ્માનને મદદ કરી હતી. ૧ ફેબ્રુઆરી, ૧૯૪૮ ની સવારે લગભગ કોટ પર બ્રિગેડિયર ઉસ્માન અને તેમની ટીમે વિજય મેળવી લીધો હતો. વધુમાં, આજુબાજુના ગામોમાં પણ કબાયલીઓ હોવાની ગંધ આવી જતાં તેઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો. બાદમાં કોટ પર કબજો કરી લેવામાં આવ્યો હતો. એટલું નહીં, ૧૮ માર્ચની આસપાસ ઉસ્માને તેમની ટીમ સાથે ઝંગડ પર હુમલો કરી કબજો કર્યો હતો. આમ, બ્રિગેડિયર ઉસ્માનની બહાદુરી પર પાકિસ્તાનએ રૂ.૫૦,૦૦૦ નુ ઈનામ રાખ્યું હતું. તે સમયે ૫૦.૦૦૦ નુ ઘણું મૂલ્ય હતુ.
બાદમાં, બ્રિગેડિયર ઉસ્માન ૩ જુલાઈ, ૧૯૪૮ ના રોજ પાકિસ્તાની ઘૂસણખોરી સામે લડત આપતાં આપતાં શહીદ થઈ ગયા હતા.
બીજલ પટેલ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં