- અયોધ્યામાં ભગવાન શ્રીરામની 823 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે
હરિયાણાના શિલ્પકાર નરેશ કુમાવતને ભગવાન રામની 823 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવા માટે સોપવામાં આવ્યું છે.અત્યાર સુધી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો રેકોર્ડ ગુજરાતના કેવડિયામાં બનેલી સરદાર પટેલની 790 ફૂટ સાઈઝની પ્રતિમા છે, જેને વિશ્વ એકતા નું પ્રતિક તરીકે ઓળખે છે.હરિયાણાના માનેસરની એક ફેક્ટરીમાં ઈતિહાસ રચવાની તૈયારીઓ થઈ રહી છે. અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ટા માટે ની તૈયારી ચાલી રહી છે અને સમગ્ર વિશ્વની નજર રામ જન્મભૂમિ પર ભગવાન રામના કયા સ્વરૂપની સ્થાપના થશે તેના પર કેન્દ્રિત છે. ત્યારે આવનારા સમયમાં ભગવાન રામની અયોધ્યા પણ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે.
હરિયાણાના શિલ્પકાર નરેશ કુમાવતને ભગવાન રામની 823 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ પ્રતિમાને અયોધ્યામાં સરયુ નદીના કિનારે સ્થાપિત કરી શકાય છે. જો આ સપનું સાકાર થશે તો ભગવાન રામનું આ સ્વરૂપ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો રેકોર્ડ બનાવશે. આ પ્રતિમાનું વજન 13000 ટન હશે જે વિશ્વની સૌથી ભારે રચના પણ હોઈ શકે છે.અત્યાર સુધી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો રેકોર્ડ ગુજરાતના કેવડિયામાં બનેલી સરદાર પટેલની 790 ફૂટ સાઇઝની પ્રતિમા છે, જેને વિશ્વ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખે છે. જોકે આ પ્રતિમાનું 70% થી 80% કામ ચીનમાં થયું છે. નરેશ કુમાવતનો દાવો છે કે જો તેમને બજેટને અંતિમ મંજૂરી મળી જાય તો ભગવાન રામની પ્રતિમા સંપૂર્ણપણે ભારતમાં બનેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની શકે છે.વિશ્વની ચોથી સૌથી મોટી પ્રતિમા હોવાનો રેકોર્ડ રાજસ્થાનના નાથદ્વારામાં સ્થાપિત ભગવાન શિવની પ્રતિમાના નામે છે. આ પણ નરેશ કુમાવતની આર્ટવર્ક છે.
શિલ્પકાર નરેશ કુમાવતને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પાસેથી પ્રતિમાના પ્રોટોટાઈપ માટે મંજૂરી મળી ગઈ છે, જોકે આ બધી વાતો હજુ કાગળ પર મૂકવાની બાકી છે. આ મૂર્તિ પંચ ધાતુની બનશે જેમાં 80% તાંબાનો ઉપયોગ કરવામાં આવશે. આ મૂર્તિને તૈયાર કરવા માટે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.અયોધ્યાના નમો ઘાટ પર સ્થાપિત હાથની પ્રતિમા નરેશ કુમાવત દ્વારા બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ભારતની સર્વોચ્ચ અદાલતમાં સ્થાપિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ભારતની નવી સંસદમાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમા અને સંસદની અંદર સમુદ્ર મંથન ધાતુથી બનેલું છે તે બધી પ્રતિમા નરેશ કુમાવતની કલાનું પ્રતિક છે . નોઈડામાં ભગવાન શિવની પ્રતિમા પણ કલાકાર નરેશ કુમાવત દ્વારા બનાવેલ આર્ટવર્ક છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં