- પાલનપુરના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી નહિ છોડાતા આક્રોશ
- ખેડૂતો આક્રમક મૂડમાં, સિંચાઈ કચેરીને તાળાબંધીની આપી ચીમકી
બનાસકાંઠામાં આવેલા પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાંતીવાડા સિંચાઈ વિભાગની 3એલ માઇનોર કેનાલ પસાર થાય છે જેમાં 1000 જેટલા હેક્ટરમાં ખેડૂતો કેનાલના પાણીથી વાવેતર કરે છે જોકે બિપોરજોય વાવાઝોડા દરમ્યાન કેનાલનું નાળુ તૂટી જતા આશરે 34 લાખના ખર્ચે તેને નવીન બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ નાળુ તૈયાર થતા તેમાં પંદર દિવસ અગાઉ પાણી છોડવામાં આવ્યું હતું જોકે પાણી છોડવાની સાથે જ આ નાળુ ક્ષતિ ગ્રસ્ત થતાં લાખો લીટર પાણી વહી ગયું હતું જેના પગલે ખેડૂતો એકત્ર થયા હતા અને પ્રાંત અધિકારી સહીત સિંચાઈ ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તે સમયે ખેડૂતો ને એક સપ્તાહ માં નાળા નું સમારકામ કરી પાણી છોડવા માટેની ખાત્રી આપી હતી જોકે પંદર દિવસ જેટલો સમય વીતવા છતાં કેનાલ માં પાણી છોડવા માં ના આવતા ખેડૂતો દ્વારા 1000 જેટલા હેક્ટરમાં રવિ અને ખરીફ પાકનો વાવેતર ને ભારે નુકસાન થવા ની ભીતિઓ સેવાઈ રહી છે જેના પગલે આજે ગઢ, મડાણા, સલ્લા સહીત ના ગામોના 200 જેટલાં ખેડૂતો કેનાલ કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ગઢ સિંચાઈ વિભાગના અધિકારીને પાણી છોડવા માટેની માંગ કરી હતી જોકે સિંચાઈ વિભાગના અધિકારી અવનિશ પટેલ દ્વારા ખેડૂતોને ગુરુવાર સુધીમાં પાણી છોડવા માટેની ખાતરી આપી હતી ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈ અધિકારીની પાણી છોડવા માટે આપેલી ખાતરીને લોલીપોપ ગણાવી હતી અને ગુરૂવાર સુધીમાં કેનાલમાં પાણી નહીં છૂટે તો ગઢ વિસ્તારના આઠ ગામના ખેડૂતો સિંચાઈ કચેરી ખાતે આવી સિંચાઈ કચેરીને તાળાબંધી કરી અને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
દિનેશ ઠાકોર, બનાસકાંઠા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં