- ઓલપાડની સુગર મિલના પ્રમુખનું રાજીનામું કરાયું નામંજૂર
- સુગર મિલ બંધ કરવાની ફરજ પડતા આપ્યું હતું રાજીનામુ
સુરત જિલ્લાની કાંઠા વિસ્તાર માટે અતિ મહત્વની એવી કાંઠા સુગર મિલના પ્રમુખે રાજીનામુ આપ્યું હતું ,જોકે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં રાજીનામુ નામંજૂર કરવામાં આવ્યું , શેરડી નહિ મળવાના કારણે સુગર મિલ બંધ કરવાની ફરજ પડતા રાજીનામુ આપ્યું હતું, ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તાર માં આવેલી કાંઠા સુગર મિલ કુલ 60 હજાર સભાસદો ધરાવે છે જે પેકી 3500 જેટલા ઉત્પાદક સભાસદો છે , ગઈકાલે કાંઠા સુગર મિલના પ્રમુખ કિરીટ પટેલે અચાનક રાજીનામુ આપી દેતા સુરત જિલ્લા સહકારી ક્ષેત્ર માં ખળભળાટ મચી ગયો હતો જેને લઈ આજરોજ સુગર મિલન એમ ડી દ્વારા તાત્કાલિક બોર્ડ ઓફ ડિરેક્ટર ની મિટિંગ બોલાવવામાં આવી હતી, જોકે બોર્ડ ઓફ ડિરેક્ટર ની મિટિંગ માં સર્વાનુમતે રાજીનામુ નામંજૂર કરવામાં આવ્યું હતું અને કિરીટ પટેલ ને પ્રમુખ તરીકે ચાલુ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો , જોકે એવી શુ મજબૂરી આવી કે પ્રમુખે અચાનક રાજીનામુ આપવું પડ્યું હતું. કાંઠા વિસ્તાર ના લોકો માટે આશીર્વાદ સમાન કાંઠા સુગરમિલ ની સ્થાપના 1997 માં થઈ હતી પરંતુ મિલ ફડચામાં જતા મિલ બંધ કરી દેવાની ફરજ પડી હતી પરંતુ સહકારી આગેવાનો ના પ્રયાસ બાદ ગુજરાત ના તત્કાલીન મુખમંત્રી આનંદી બેન પટેલની સરકાર સમયે એન સી ડી સી માંથી 20 કરોડ ની લોન મેળવી ફરીથી શરૂ કરવામાં આવી હતી ,અને છેલ્લા 9 વર્ષ થી સુગર મિલ ચાલી રહી હતી ,જોકે અચાનક પ્રમુખે રાજીનામુ આપી દેતા કાંઠા સુગર મિલ ફરી એકવાર ચર્ચા માં આવી છે
રિપોર્ટ રમેશ ખંભાતી, ઓલપાડ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં