- ચોમાસમાં ઓછો વરસાદ જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓને પણ નડયો
- ઘાસચારા ની અછત ને કારણે માલધારીઓએ હિજરત કરવાની ફરજ પડી
એક તરફ ઓછો વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા તો હવે ઓછા વરસાદની અછત ગીરના માલધારીઓને થઈ છે ને ગાંડી ગીરના જંગલોમાં વસવાટ કરતા માલધારીઓએ જંગલોના નેસડા છોડીને ગામડાઓમાં પડાવ નાખ્યા છે ત્યારે માલધારીઓને કેમ જંગલ માંથી હિજરત કરવી પડી. ગીરનું ઘરેણું સિંહો છે પણ સિંહો ની સુરક્ષાઓ સાથે જંગલની વિરાસત આ જંગલ વિસ્તારોમાં વસતા નેસડાઓ છે…. હાલ આ જંગલ વિસ્તારમાં વસતા રેબડી નેસ, રાજસ્થળી નેશ, લોકીનેશ ,ઉમરિયા નેસ, પાડાગાળો નેસ, ભાણીયા નેસ જેવા નેસડાઓ સાવ ખાલી ખમ થઈ ગયા છે તેનું મુખ્ય કારણ ઓછો વરસાદ અને પાણી સાથે ઘાસચારા ની અછત ને કારણે માલધારીઓએ હિજરત કરવાની ફરજ ઊભી થઈ છે ને જંગલના નેસ માં વસતા માલધારીઓ જંગલના નેસ ખાલી કરીને ગીરના ગામડાઓમાં આશરો નાખીને માલઢોર ના નિભાવ માટે પડાવ નાખ્યા છે. ઓણ સાલ ચોમાસમાં ઓછો વરસાદ જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓને પણ નડયો છે કેમ કે જંગલ અંદર ઘાસચારો ને પાણીના પોઇન્ટ અને પાણીના ફૂટીયાઓ માં પાણી ખલાસ થઈ જવાને કારણે માલઢોર પર નભતા માલધારીઓને ના છૂટકે દોઢ બે મહિના વહેલું હિજરત કરવાની ફરજ ઊભી થઈ છે. દર વર્ષે ફેબ્રુઆરી માસમાં માલધારીઓ જંગલ માંથી નેસડા ખાલી કરીને ગામડાઓમાં પશુઓના નિભાવ માટે આવતા હોય છે પણ આ વખતે વહેલા માલધારીઓને હીજરત કરવાની નોબત આવી ગઈ છે ને જંગલોના નેસડા સૂમસામ ભાંસી રહ્યા છે
રાકેશ પ્રજાપતિ, અમરેલી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં