“દિવ્યાંગોના મસીહા” તરીકે ઓળખાતા અને દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા “ડીસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા”ના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા “પદ્મશ્રી” એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત ગૌરવ” ઍવોર્ડથી સન્માનીત થયેલા સેવા-નાયક એવા સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેઈલરના જીવનના પ્રેરણાદાયક અને રોચક તથા મનોરંજક પ્રસંગો પર આધારિત ગુજરાતી ફિલ્મ “કનુભાઈ – ધ ગ્રેટ” સમગ્ર ગુજરાતમાં 15 ડિસેમ્બરે રીલીઝ થઈ ચુકી છે અને બીજા સપ્તાહમાં પણ દર્શકોનો ભરપૂર પ્રેમ અને પ્રસંશા મેળવીને બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ આબાલ – વૃધ્ધ સૌને પસંદ આવી રહી છે. 14 ડિસેમ્બરે સુરતમાં 700 દર્શકો સાથે આ ફિલ્મનો મેગા પ્રીમિયર શો યોજાયો હતો અને હાજર રહેલા દર્શકોએ એકી અવાજે ફિલ્મને વધાવી લીધી હતી. 15 ડિસેમ્બરે અમદાવાદના આઈનોક્સ સિનેમામાં પણ સ્પેશ્યલ શો રખાયો હતો જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવો હાજર રહ્યા હતા અને ફિલ્મને ખૂબ જ વખાણી પોઝીટીવ રિવ્યુઝ આપ્યા હતા.
“ટેલીફોન રીંગ વાગી રે, તારી લગની લાગી રે” જેવા ફિલ્મના ચાર મધુર ગીતોએ પણ લોકોના દિલ જીતી લીધા છે અને સોશ્યલ નેટવર્કીંગ પર ટ્રેન્ડીંગમાં ચાલી રહ્યા છે.
અહીં એ વાતની નોંધ લેવી જરૂરી છે કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે બાયોપિક નથી. કનુભાઈ ટેલરની જીવનગાથાની સાથે સાથે અમુક બીજા પાત્રો સાથે જોડાયેલી કાલ્પનિક મનોરંજક વાર્તા અને એક અનોખી લવ સ્ટોરી પણ આમાં વણાયેલી છે. જેમાં કોમેડી, રહસ્ય અને કોર્ટ રૂમ ડ્રામા પણ સામેલ છે.
બોલીવૂડ અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અનેક ટીવી શો, ફિલ્મો, અને ગીતો લખી ચુકેલા રાઈટર – ડિરેક્ટર અને ગીતકાર ઇર્શાદ દલાલે આ ફિલ્મની કથા, પટકથા, સંવાદ, ગીતો લખ્યા છે અને ડાયરેક્શન પણ કર્યુ છે.
જાણીતા સિંગર્સ મીત જૈન, પાર્થ ઓઝા, રમ્યા ઐયર, મિતાલી મહંત, ચેતન ફેફર અને પૂજા દવે એ ગીતોને પોતાનો સુરીલો કંઠ આપ્યો છે, જ્યારે આ ગીતોના મ્યુઝિક ડાયરેક્ટર છે, બોલીવૂડના ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર ટીનુ અરોરા અને કૌશલ મહાવીર અને સુરતના પ્રતિભાશાળી સંગીતકાર જય મહંત. આ ફિલ્મોના બધા જ ગીતો જાણીતી મ્યુઝિક કંપની પેનોરામા મ્યુઝિક ગુજરાતી પર રીલીઝ થઈ ચુક્યા છે.
ફિલ્મના મુખ્ય નિર્માતા ડો. મહેન્દ્રસિંહ પરમાર છે અને આ અર્થપૂર્ણ અને મનોરંજક ફિલ્મનું નિર્માણ રુદ્ર મોશન ફિલ્મ્સના બેનર હેઠળ થયુ છે અને ફિલ્મના પ્રસ્તુતકર્તા તરીકે વનરાજ સિસોદિયા ફિલ્મ્સ છે.
યુવાન કનુભાઈના રોલમાં ઓજસ રાવલ અને મેચ્યોર્ડ કનુભાઈના રોલમાં સુનિલ વિસરાણીએ પોતાની ઇમેજથી વિપરીત રોલ નિભાવ્યા છે. તો ફિલ્મની અંદર રહેલી કાલ્પનિક કથાના પાત્રમાં અત્યંત પ્રતિભશાળી અભિનેતા વનરાજ સિસોદિયાએ જબરદસ્ત અભિનય કર્યો છે. ફિલ્મની મુખ્ય હીરોઈન વૈભવી જોશી છે. અને અન્ય કલાકારોમાં આયુશી ધોળકિયા, રાજીવ પંચાલ, ભૈરવી આઠવલે, પલાશ આઠવલે, મહેન્દ્રસિંહ પરમાર, ધર્મેશ જોશી, સત્યેન વર્મા, આરતી રાજપુત, મૌલિક પાઠક, દર્શ ભાનુશાળી, સત્યા પટેલ વગેરે છે.
ફિલ્મના સિનેમેટોગ્રાફર બોલીવૂડના જાણીતા કેમેરામેન વિમલ્ એસ. મિશ્રા છે. ફિલ્મના ક્રીએટીવ ડાયરેક્ટર પ્રયાસ ચૌધરી અને કોરીયોગ્રાફર પરાગ ચૌધરી છે.
ગુજરાતી ફિલ્મોને વધુ ને વધુ ઉંચાઈએ લઈ જવાના શુભ આશય સાથે, એક સાચા ગુજરાતી તરિકે આ ફિલ્મને જોશભેર વધાવી લઈને આપણે સૌ પણ પદમશ્રી એવોર્ડી સેવાનાયક અને દિવ્યાંગોના મસીહા શ્રી કનુભાઈ ટેલરના અનોખા અભિયાનમાં સહભાગી બનીશું તો જ શ્રી કનુભાઈ ટેલરની નિસ્વાર્થ સેવાઓને સાચી આદરાંજલી મળશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.