- પોષકતત્વોનાં ભંડાર એવા કાચરી સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી હોય છે. તેનું શાક જમવાથી શરીર બીમારીઓથી દૂર રહે છે.
- પોષકતત્વોનો ભંડાર માનવામાં આવે છે કાચરી
- કાચરી વર્ષમાં 3-4 મહિના માટે જ ઉપલબ્ધ હોય છે
- કાચરીનું શાક જમવાથી શરીર રોગમુક્ત રહે છે
દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં ભિન્ન-ભિન્ન પ્રકારનાં શાક બનાવવામાં અને ઊગાડવામાં આવે છે. એવું જ એક ગુણકારી વેજીટેબલ છે કાચરી. કાચરીમાં અનેક પ્રકારનાં પોષકતત્વો હોય છે જે શરીર માટે અત્યંત જરૂરી હોય છે. આ શાક રાજસ્થાનમાં સૌથી વધુ ઊગે છે અને 3-4 મહિના માટે જ બજારમાં ઉપલબ્ધ હોય છે. અંગ્રેજીમાં તેને Mouse Melon કહેવામાં આવે છે. કાચરી શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. માહિતી અનુસાર લીલી કાચરી બજારમાં 60-80 રૂપિયે કિલો વેંચાતી હોય છે.
શરીરને બીમારીઓથી બચાવી શકાય છે
કાચરીનું શાક પ્રોટીનનો બેસ્ટ સોર્સ હોય છે. તેનાં સેવનથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલની પીડા પણ દૂર થાય છે. કેટલાક લોકો એવું પણમાને છે કે કાચરીનું સેવન કરવાથી શરીરને બીમારીઓથી બચાવી શકાય છે. કાચરીમાં અનેક પાવરફુલ એંટીઓક્સીડેંટ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. કાચરીને સુકાવીને ખાવામાં આવે છે એટલું જ નહીં તેનો પાઉડર પણ બનાવવામાં આવે છે. KACHRI POWDER રાજસ્થાની વ્યંજનોમાં ખાસ ઉપયોગમાં લેવાય છે.
કાચરીનું શાક ખાવાનાં 5 મોટા ફાયદાઓ
- કાચરીમાં એંટીઓક્સીડેંટ ભરપૂર માત્રામાં હોય છે જેના લીધે આપણાં શરીરની ઈમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થઈ શકે છે.પરિણામે બીમારીઓનો ભય પણ ઓછો થઈ જાય છે.
- કાચરીમાંથી મોટા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે તેથી તેના સેવન બાદ મસલ્સને મજબૂતી મળે છે.
- માનવામાં આવે છે કે કાચરીનાં સેવનથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ઈંફેક્શન સહિત અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેનું સેવન પેટ માટે લાભદાયી હોય છે.
- ડાયટમાં કાચરીનો સમાવેશ કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યા પણ દૂર થાય છે.
- કાચરીને ડાયાબિટીઝનાં દર્દીઓ માટે લાભકારી માનવામાં આવે છે. તેનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.