હિજાબ પહેર્યા વગર કોન્સર્ટ કરવા બદલ ઈરાન (Iran) માં યુટ્યુબ સિંગરની ધરપકડ કરવામાં આવી છે. ઈરાની સત્તાવાળાઓએ 27 વર્ષીય ગાયિકા પરસ્તુ અહમદીની ધરપકડ કરી છે. તેણીએ યુટ્યુબ પર એક વર્ચ્યુઅલ કોન્સર્ટ પોસ્ટ કર્યો હતો જેમાં પરસ્તુ અહમદીએ હિજાબ પહેર્યા વિના પરફોર્મ કર્યું હતું, તેથી પરસ્તુ અહમદીની ધરપકડ કરવામાં આવી છે. તેમના વકીલ મિલાદ પનાહીપુરના જણાવ્યા અનુસાર શનિવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અહમદીના ઓનલાઈન કોન્સર્ટને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જેમાં તેણે બ્લેક સ્ટ્રેપી બોડીકોન ડ્રેસમાં ચાર પુરૂષ ગાયકો સાથે ગાયું હતું. આ કોન્સર્ટ 1.4 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો હતો.
વીડિયોમાં તેણીએ પોતાની જાતને ‘એક છોકરી તરીકે રજૂ કરી હતી જે તેના અધિકારો માટે આગળ આવી શકે છે.’ જે તેને પ્રેમ કરતા લોકો માટે ગાવા માંગે છે. વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘હું જે દેશને પ્રેમ કરું છું તેના માટે ગાવાનો આ અધિકાર છે જેને હું અવગણી શક્તિ નથી.’
અહેમદીની ધરપકડના એક દિવસ પહેલા ઈરાની ન્યાયતંત્રે તેની સામે કેસ દાખલ કર્યો હતો. સત્તાવાળાઓએ આરોપો અથવા તેની અટકાયતનું સ્થાન જાહેર કર્યું નથી. તેના બેન્ડના બે સંગીતકારો સોહેલ ફાગીહ નસિરી અને એહસાન બેરાગદારની પણ તે જ દિવસે તેહરાનમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ‘ઓછા બાળકોનો જન્મ થઈ રહ્યો છે…’, Japan માં સરકાર કર્મચારીઓને સપ્તાહમાં 3 દિવસની રજા આપશે
પનાહીપુરને ટાંકીને, એસોસિએટેડ પ્રેસે લખ્યું કે “કમનસીબે, અમે અહમદી સામેના આરોપો જાણતા નથી કે જેમણે તેની ધરપકડ કરી કે અટકાયત કરી. પરંતુ અમે કાનૂની સત્તાવાળાઓ દ્વારા આ મામલાની તપાસ કરીશું.”
ઈરાન (Iran) માં નિયમો કડક છે
1979ની ઇસ્લામિક ક્રાંતિથી, ઈરાને (Iran) મહિલાઓને પુરૂષ અને સ્ત્રી પ્રેક્ષકોની સામે ગાવા અથવા જાહેરમાં અથવા મીડિયા પ્લેટફોર્મ પર હિજાબ વગર દેખાવાથી અટકાવતા કડક નિયમો ઘડ્યા છે. આ કાયદાઓનું ઉલ્લંઘન કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે. ઈરાન (Iran) માં ડ્રેસ કોડને લઈને કડક નિયમો છે. જો કે દેશમાં આનો વિરોધ પણ જોરશોરથી ચાલી રહ્યો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી