ઈરાને યુનાઈટેડ સ્ટેટ્સને સંકેત આપ્યો છે કે તે દમીસકમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પરના હુમલાનો આવી રીતે જવાબ આપસે કે જેથી કોઈ ‘મોતો તણાવ’ ન સર્જાય અને કોઈ ઉતાવળમાં નિર્ણય લેવામાં નહીં આવે. રોયટર્સે ઈરાની સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.
ઈરાનનું આ નવું વલણ એવા સમયે આવ્યું છે જ્યારે તહેરાન ગાઝામાં યુદ્ધવિરામ સહિત વિવિધ માંગણીઓ પર દબાણ બનાવી રહ્યું છે.
ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાને આપ્યો સંદેશ
રિપોર્ટ અનુસાર ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયાને ખાડી અરબ રાજ્ય ઓમાનની મુલાકાત વખતે વોશિંગ્ટનને ઈરાનનો સંદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ઓમાન એક એવો દેશ છે જેણે સામાન્ય રીતે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, એક યુએસ ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે ઈરાને ‘ખૂબ જ સ્પષ્ટ’ કરી દીધું છે કે દૂતાવાસના હુમલાનો બદલો ‘નિયંત્રિત’ અને ‘બિન-તનાવપૂર્ણ’ હશે અને તે ‘ઇઝરાયેલ પર પ્રાદેશિક હુમલાઓ કરવા માટે પ્રોક્સીનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું
તમને જણાવી દઈએ કે બુધવાર (10 એપ્રિલ)ના રોજ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું હતું કે ઈઝરાયેલને ‘સજા થવી જ જોઈએ અને સજા મળશે’.દરમિયાન, વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે અમેરિકાએ ઈરાનને દૂતાવાસ હુમલામાં સામેલ ન થવા અંગે સ્પષ્ટતા કરી છે.
‘જે અમને નુકસાન પહોંચાડે છે, અમે તેને નુકસાન પહોંચાડીશું’
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે દેશ ગાઝા યુદ્ધ સિવાય અન્ય પરિસ્થિતિઓ માટે તૈયારી કરી રહ્યો છે. નેતન્યાહુએ કહ્યું, ‘જે અમને નુકસાન પહોંચાડશે, અમે તેને નુકસાન પહોંચાડીશું. અમે રક્ષણાત્મક અને આક્રમક રીતે ઇઝરાયેલ રાજ્યની તમામ સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવા તૈયાર છીએ.
આ પણ વાંચો:સેટેલાઇટ નેટવર્કમાં તાઇવાન એલોન મસ્ક સાથે કરશે સ્પર્ધા,
IDFના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ “અલર્ટ અને વિવિધ પરિસ્થિતિઓ માટે તૈયાર છે, અને અમે સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.” “અમે IDF પાસે રહેલી વિવિધ ક્ષમતાઓનો ઉપયોગ કરીને હુમલો કરવા અને બચાવ કરવા માટે તૈયાર છીએ અને અમારા વ્યૂહાત્મક ભાગીદારો સાથે પણ તૈયાર છીએ,” તેમણે કહ્યું.
બ્રિટન, જર્મની અને રશિયા સહિતના વિવિધ દેશોએ વધી રહેલા તણાવ વચ્ચે મધ્ય પૂર્વના દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે.