Microsoft: માઈક્રોસોફ્ટે આરોપ લગાવ્યો છે કે ભારત અને અમેરિકા જેવી મોટી અર્થવ્યવસ્થાઓમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, ચીન તેના હિતોને આગળ વધારવા માટે AI-જનરેટેડ સામગ્રીનો ઉપયોગ કરી શકે છે.
સોફ્ટવેર દિગ્ગજ Microsoft એક બ્લોગમાં આરોપ લગાવ્યો છે કે ભારત અને અમેરિકા જેવી મોટી અર્થવ્યવસ્થાઓમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, ચીન તેના હિતોને આગળ વધારવા માટે AI-જનરેટેડ સામગ્રીનો ઉપયોગ કરી શકે છે.
બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે વિશ્વભરમાં યોજાનારી મુખ્ય ચૂંટણીઓમાં, ખાસ કરીને ભારત, દક્ષિણ કોરિયા અને યુએસમાં, અમે મૂલ્યાંકન કર્યું છે કે ચીન તેના હિતોને ફાયદો પહોંચાડવા માટે AI-જનરેટેડ સામગ્રી બનાવશે અને તેનો વિસ્તાર કરશે. આ બ્લોગમાં ઉત્તર કોરિયાના એવા તત્વોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે
જેઓ સાયબર ધમકીઓ આપે છે અને આ ત્રણ દેશોમાં ચૂંટણીને નિશાન બનાવવા માટે કામ કરી રહ્યા છે. બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે ચીન ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવા માટે કન્ટેન્ટ મેમ્સ, વીડિયો અને ઑડિયોની સંખ્યામાં વધારો કરીને પ્રયોગ કરવાનું ચાલુ રાખશે અને આ ભવિષ્યમાં અસરકારક સાબિત થઈ શકે છે.
બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંડન્નાના નકલી વિડિયો વાયરલ થયા બાદ સરકાર એઆઈ-જનરેટેડ ડીપફેક્સની તપાસ કરવા માટે એક્શનમાં આવી ગઈ છે. ગુગલના AI પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા સવાલોના જવાબો પર વિવાદ ઉભો થયો હતો. જે બાદ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે AI-જનરેટેડ કન્ટેન્ટને લઈને ગાઈડલાઈન જારી કરી હતી.
આ પણ વાંચો : LS Polls: SPને મોટો ફટકો, શિવપાલના યુ-ટર્ન અને આશુતોષ મૌર્યના બળવાખોર વલણ બાદ હવે અખિલેશ શું લેશે નિર્ણય?
આ Microsoft બ્લોગે AI-જનરેટેડ વિડિયોના સ્ક્રીનશોટ મેન્ડરિન અને અંગ્રેજીમાં શેર કર્યા છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મ્યાનમારની અશાંતિ માટે અમેરિકા અને ભારત જવાબદાર છે. બ્લોગમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનને ધમકી આપનારાઓ આર્થિક અને સૈન્ય હિતોને લગતી સંસ્થાઓને નિશાન બનાવે છે.