પૃથ્વીના ઈતિહાસમાં હિમયુગ મહત્વનું સ્થાન ધરાવે છે. આ સમયગાળા દરમ્યાન સંપૂર્ણ ધરતી બરફની ચાદરથી ઢંકાઈ જાય છે. પરંતુ તે યુગમાં પૃથ્વી પર કેટલી ઠંડક રહી હતી.અને તેનું આશરે તાપમાન કેટલું રહ્યું હશે. જેની જાણકારી ઘણા ઓછા લોકોને હશે. એક રિસર્ચે જેનો રોચક જવાબ આપ્યો છે.
આપણા વૈજ્ઞાનિકો હિમયુગને પૃથ્વીની મહત્વની ઘટના માને છે. એવું પણ માની રહ્યા છે કે છેલ્લા હિમયુગનો પૃથ્વીની જલવાયુ અને અન્ય વસ્તુઓ પર ઘણો પ્રભાવ પડ્યો હતો. આજના જળવાયુ પરિવર્તન અને તેની અસરનું રહસ્ય પણ હિમયુગની ઘટના પરથી જાણી શકાય છે. પરંતુ હિમયુગ સમયે પૃથ્વી પર કેટલી ઠંડક હતી. અહીંનું તાપમાન કેટલું વધઘટ થયું હતું એની પણ જાણકારી મેળવી લીધી છે.
છેલ્લી વખત હિમયુગ આશરે 20 હજાર વર્ષ પહેલા આવ્યો હતો. તે સમયના તાપમાનને વૈજ્ઞાનિકો ખાસ મહત્વ આપતા હતા.જેને છેલ્લો ગ્લેશિયર માનવામાં આવે છે. જેની ગણના કરવા માટે એરિજોના વિશ્વ વિદ્યાલયના સંશોધનકર્તાઓએ મહાસાગરોના નાના જીવો જીવાશ્મ અને કલાયમેટ મોડલનો ઉપયોગ કર્યો હતો. તે સમયે યુરોપ, એશિયા સહિત બંને અમેરિકી મહાદ્રીપોના વિસ્તારમાં બરફ ફેલાઈ ગયો હતો.
પરિસ્થિતિ પણ એવી સર્જાય હતી કે તે સમયે બરફ પીગળ્યો પણ ન હતો. હિમયુગના કેટલાક વિસ્તાર અત્યારના સમયની જેમ ઘણા ઠંડા હતા. સંશોધનકર્તાઓને પાણીમાં રહેનાર નાના નાના જીવો અને જીવાશ્મના આધારે હિમયુગ વિશે જાણકારી મળી હતી. આ પ્રકારના જીવો પાણીના તાપમાનના બદલાવ પ્રત્યે સંવેદનશીલ હોય છે.
જળવાયુ મોડલ સિમ્યુલેશનમાં આ પ્રકારની જાણકારીની મદદથી હિમયુગના તાપમાનની માહિતી પ્રાપ્ત થઇ હતી. હિમયુગનું લાંબા સમયથી રિસર્ચ થઇ રહ્યું છે ઉપરાંત સ્ટડી પણ કરવામાં આવી રહી છે.સંશોધનકર્તાઓનું કહેવું છે કે હિમયુગ વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત થઇ છે પરંતુ તે ઘણું મુશ્કેલ રહ્યું. આ તે સમય હતો કે જયારે પુરાતન માનવ સાયબેરીયાથી અલાસ્કા થઇ ઉત્તર અમેરિકામાં દાખલ થયા હતા.
આ પણ વાંચો:ચીન(China)નું સૌથી અનોખું શહેર, જ્યાં બિલ્ડિંગની અંદરથી ટ્રેન પસાર થાય છે, જ્યાં પેટ્રોલ પંપ પાંચમા માળે છે.
હિમયુગને પૃથ્વીના બદલાવો અને જીવન પર થનારી અસર વિશે મહત્વના દસ્તાવેજ રૂપે જોઈ શકાય છે.વર્તમાનમાં થઇ રહેલ જળવાયુ પરિવર્તન પણ આવનાર સમયમાં પૃથ્વી માટે એક વધુ હિમયુગનો આધાર બની શકે છે. પરંતુ આવું થવા પાછળ હજારો વર્ષો લાગી શકે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી