વડોદરા શહેરમાં મકરપુરા ખાતે ધોજો માર્શલ આર્ટસ એકેડમી આવેલી છે જેમાં વિદ્યાર્થીઓને માર્શલ આર્ટસ અને કરાટે એકેડમીના ટ્રેનર્સ દ્વારા સીખવવામાં આવે છે આ એકેડમીના એક વિદ્યાર્થીએ વડોદરા અને સમગ્ર ગુજરાતનો નામ રોશન કર્યું છે
વડોદરા શહેરમાં ધોજો માર્શલ આર્ટસ એકેડમીમાં લિયાકત રાઠોડ નામનો વિદ્યાર્થી નાનપણથી કરાટે અને માર્શલ આર્ટસ સીખવા માટે આવે છે અને તેને કરેલા પરિશ્રમ નું પરિણામ તેને મળ્યું છે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરની ખેલકૂદ પ્રતીયોગિતા નુ આયોજન દિલ્હીના એસ.જી.એફ. આઇ.નેશનલ સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું
જેમાં હાઇસ્કૂલ દંતેશ્વર ઇંગ્લિશ મીડિયમ,વડોદરામાં અભ્યાસ કરતો લિયાકત રાઠોડે ત્રણ સ્ટેટને ઝીરોથી હરાવી સેકન્ડ પોઝિશનમાં જીત હાસીલ કરીને ગુજરાત તથા વડોદરાનુ નામ રોશન કર્યુ હતુ.જેના સંદર્ભે આજરોજ વડોદરા હાઇસ્કૂલ ખાતે લિયાકત રાઠોડની રેલી કાઢવામાં આવી હતી.પોતાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોઓ ફુલહાર અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી.લિયાકત રાઠોડે પોતાના પરિવાર તરફ તેમના કોચ તરફ થી સારો પ્રતિસાદ મળતા આજે કરાટે ચેમ્પિયનશીપ રમીને જીત હાસલ કરીને ખુશી વ્યક્ત કરી હતી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.