ભારતની વસ્તી 140 કરોડથી વધુ છે અને દર વર્ષે લાખો નવા અને યુવા ક્રિકેટરો બહાર આવે છે. પરંતુ આમાંથી માત્ર અમુક પસંદગીના ખેલાડીઓ જ રાજ્ય સ્તરે અને પછી ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી શક્યા છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની કમાણી કરોડોમાં છે તે બધા જાણે છે. પરંતુ સવાલ એ છે કે શું કોઈ ક્રિકેટર પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન ડોમેસ્ટિક ક્રિકેટ (Domestic Cricket) રમીને પણ કરોડપતિ બની શકે છે?
આ વર્ષે એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે બીસીસીઆઈએ ડોમેસ્ટિક ક્રિકેટ (Domestic Cricket) રમનાર ક્રિકેટર્સનો પગાર વધારવા પર વિચાર કર્યો છે. નવી નીતિમાં એવી કલ્પના કરવામાં આવી છે કે જો કોઈ ખેલાડી રણજી સિઝનમાં 10 કે તેથી વધુ મેચ રમે છે તો તે એક સિઝનમાં 75 લાખથી 1 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. પરંતુ આ નીતિ ક્યારે અમલમાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
આ પણ વાંચો: England vs Australia ODI : વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો વિજયરથ આખરે થંભી ગયો, ઓસ્ટ્રેલિયા 348 દિવસ બાદ હારી ગયું, છેલ્લી વાર વલ્ડ કપમાં…
શું ડોમેસ્ટિક ક્રિકેટ (Domestic Cricket) રમીને કોઈ કરોડપતિ બની શકે છે?
BCCIના વર્તમાન પગાર માળખા અનુસાર, જો કોઈ ખેલાડીને રણજી ટ્રોફીમાં 40થી વધુ મેચનો અનુભવ હોય તો તેને એક દિવસ માટે 60,000 રૂપિયા મળે છે. 21-40 રણજી મેચ રમનાર ખેલાડીને પ્રતિ દિવસ 50,000 રૂપિયા મળે છે અને 20 મેચોમાં ભાગ લેનાર ક્રિકેટરને પ્રતિ દિવસ 40,000 રૂપિયા મળે છે.
આ મુજબ જો કોઈ સિનિયર ક્રિકેટર રણજી સિઝનની તમામ મેચ રમે છે અને તેની ટીમ ફાઇનલમાં પહોંચે છે તો તે એક સિઝનમાંથી 25 લાખ રૂપિયા કમાઈ શકે છે. જ્યારે વિજય હજારે ટ્રોફીમાં સિનિયર ખેલાડીને મેચ રમવા માટે 50,000 રૂપિયા મળે છે. ખેલાડીઓ અન્ય સ્થાનિક ટૂર્નામેન્ટમાંથી પણ ઘણી કમાણી કરી શકે છે. વર્તમાન પગાર પ્રણાલી મુજબ કોઈ પણ સ્થાનિક ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટ (Domestic Cricket) ની એક સિઝનમાં કરોડપતિ બની શકતો નથી, પરંતુ જો તે નિયમિત રીતે 3-4 સિઝન રમે તો તેની કુલ કમાણી ચોક્કસપણે કરોડોમાં જઈ શકે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી