
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને રાષ્ટ્રીય પસંદગીકારોએ ઈંગ્લેન્ડ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની બહાર રહેલા ખેલાડીઓને લઈને કડક નિર્ણય લીધો છે.
બોર્ડે ભારતીય ટીમમાંથી બહાર રહેલા ખેલાડીઓને રણજી ટ્રોફીનો આગામી રાઉન્ડ રમવા માટે કડક સૂચના આપી છે. BCCIએ ખેલાડીઓને 16 ફેબ્રુઆરીથી શરૂ થનારા આગામી રાઉન્ડ પહેલા પોતપોતાની રણજી ટીમ સાથે જોડાવા માટે કહ્યું છે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે ઈશાન કિશન જેવા ખેલાડીઓએ રણજી છોડીને આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી છે. આ સાથે જ શ્રેયસે પણ ટેસ્ટ ટીમમાં વાપસી કરવા માટે રણજીમાં સારું પ્રદર્શન કરવું પડશે.
ઈશાને માનસિક સ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો
ઈશાને ગયા વર્ષે ડિસેમ્બરમાં માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી તે અફઘાનિસ્તાન સામે ટી-20 સિરીઝ પણ રમી શક્યો ન હતો. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ભારતીય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ઈશાનને વાપસી માટે ઘરેલુ ક્રિકેટમાં રમવું પડશે.તેમ છતાં, તે રણજી ટ્રોફી રમ્યો ન હતો અને તેની ટીમ ઝારખંડ સાથે જોડાયો ન હતો અને ન તો તેણે કોઈ માહિતી આપી હતી. કોચની સલાહને અવગણીને ઈશાન બરોડા પહોંચ્યો હતો અને હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો :IND vs ENG: અશ્વિન 500 ટેસ્ટ વિકેટના જાદુઈ આંકડાથી એક ડગલું દૂર, મોટા દિગ્ગજોને પાછળ છોડી દેશે
કૃણાલ અને દીપક માટે પણ નિયમો લાગુ
રણજી રમવાની બીસીસીઆઈ(BCCI)ની સલાહ માત્ર ઈશાન અને શ્રેયસ માટે જ નથી, પરંતુ ક્રુણાલ અને દીપક ચહર જેવા ખેલાડીઓને પણ લાગુ પડે છે, જેઓ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ મેનેજમેન્ટની વ્યૂહરચનમાં નથી. શ્રેયસના ખરાબ ફોર્મના કારણે તેને ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ મેચમાંથી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે તેઓએ પણ આ નિર્ણય સ્વીકારવો પડશે.
બીસીસીઆઈના એક સૂત્રએ ક્રિકબઝને જણાવ્યું હતું કે ખેલાડીઓ તેમની પસંદગી મુજબ આઈપીએલ અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કોઈ એકની પસંદગી કરી શકતા નથી. તેણે કહ્યું, ‘ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કે IPL રમવું એ જ માત્ર રમત નથી. ખેલાડીઓએ સ્થાનિક સિઝન અને ક્રિકેટનો પણ ભાગ બનવું પડશે અને પોતાના રાજ્યની ટીમોને પણ પ્રાધાન્ય આપવું પડશે
હાર્દિક પંડ્યાને હજુ સુધી નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી રમવાની મંજૂરી મળી નથી. અને વિરાટ કોહલી જે પોતાના અંગત કારણોસર ટીમની બહાર છે તેમના પર આ નિર્ણય પર લાગુ થશે નહિ ઈશાન આઈપીએલની રાહ જોઈને પોતાનો સમય બગાડી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે બોર્ડને પણ જણાવ્યું નથી કે તે ક્યાં છે અને શું કરી રહ્યો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી