મોટી સંખ્યામાં કંપનીની મહિલા પ્રતિનિધિઓની મેરેથોનમાં હાજરી, છોકરીઓના શિક્ષણ અને સશક્તિકરણની તકોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે
સુરત-હજીરા, જાન્યુઆરી 04, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ની 250થી વધુ મહિલા પ્રતિનિધિઓ, જેમાં ક્રેન ઓપરેટર્સ અને મહિલા સિક્યુરિટી માર્શલ્સનો સમાવેશ થાય છે, તેઓ ‘રન ફોર ચાઈલ્ડ મેરેથોન’માં ઉત્સાહ સાથે ભાગ લઈ રહી છે. આ પહેલમાં મહિલાઓની સક્રિય ભાગીદારી કંપનીની, સમાજની અન્ય છોકરીઓ માટે શિક્ષણ અને સશક્તિકરણની તકોને આગળ વધારવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર (ટેકનોલોજી) સંતોષ મુંધડાએ જણાવ્યું હતું કે, “અમારી કંપનીની મહિલા કર્મચારીઓ જેમ હજીરા સ્થિત અમારા મુખ્ય પ્લાન્ટ ખાતે હાથ ધરાયેલી અગત્યની પહેલ “She Makes Steel Smarter”ને વધુ જોર પુરો પાડે છે, તેજ રીતે આ મેરેથોનમાં પણ ભાગ લઈને અમારી મહિલા કર્મચારીઓએ સૌનો ઉત્સાહ વધારવા તૈયાર છે. અમારી ‘વુમન્સ ઓફ સ્ટીલ’ની મેરેથોનમાં સક્રિય ભાગીદારી, સમાજની અન્ય છોકરીઓ માટે વિકાસની તકોનું સર્જન કરવા અને સમાજની પ્રગતિ માટે સક્રિય યોગદાન આપવાની કંપનીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. વધુમાં, આયોજિત થઈ રહેલી ઈવેન્ટમાં કંપનીના વિવિધ વિભાગોમાંથી મોટી સંખ્યામાં તમામ વર્ગના કર્મચારીઓ પણ મેરેથોનમાં જોડાશે.”
દરેક છોકરીઓને શિક્ષણ મેળવવાની, આગળ વધવાની અને પોતાના સપનાંઓને સાકાર કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે રવિવારે શહેરમાં જે ઈવેન્ટ આયોજિત થઈ રહી છે, તે લોકો અને વિવિધ સંસ્થાઓને એકસાથે લાવી, એક સમાન લક્ષ્ય પર પહોંચાડવા માટેની પ્રેરણાદાયી તક સમાન છે.
એન્જિનિયર્સ, મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ, ક્રેન ઓપરેટર્સથી લઈને સિક્યુરિટી માર્શલ્સ સુધીની તમામ વય જૂથની મહિલાઓ કે જેઓ કંપનીના રોજિંદા કાર્યોમાં વિભિન્ન ભૂમિકા અદા કરે છે, તે આ સામાજીક કાર્યમાં યોગદાન આપવા આગળ આવી રહી છે. AM/NS India પોતાની મહિલા કર્મચારીઓને કાર્યસ્થળે તથા કાર્યસ્થળની બહાર પણ સશક્તિકરણ પૂરું પાડવામાં માને છે.
AM/NS India હંમેશા સામાજિક કાર્યોમાં આગેવાન રહેવા પ્રયત્નશીલ છે અને પોતાની CSRની વિવિધ પહેલો થકી સમાજ માટે તેના કાળજીભર્યા અભિગમને દર્શાવે છે. કંપનીએ સામુદાયિક વિકાસની પહેલો, જેમાં મુખ્યત્વે શિક્ષણ અને મહિલા સશક્તિકરણ થકી દેશભરના 25 લાખથી વધુ લોકોના જીવનને સકારાત્મક અસર પૂરી પાડી છે.