સુરત : નવી દિલ્હીમાં હાલમાં જ ઇકોનોમિક ટાઇમ્સ ઇટી બિઝનેસ કોન્ક્લેવ અને એવોર્ડ્સ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતમાં એમ્બ્રોઇડરી મશીનના કારોબાર સાથે સંકળાયેલી એલાયન્સ કંપનીના ચેરમેન સુભાષ ડાવરને “એક્સલન્સ ઓફ બિઝનેસ લીડરશીપ” એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને આ એવોર્ડ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ રાજનાયકે દ્વારા આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, “Alliance” સુરતમાં એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ છે. એલાયન્સ કંપની છેલ્લા 20 વર્ષથી નવા આધુનિક હાઈસ્પીડ એમ્બ્રોઇડરી મશીનો સાથે સતત આગળ વધી રહી છે. એલાયન્સનું મશીન વિશ્વનું શ્રેષ્ઠ મશીન કહેવાય છે. સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગને નવી ઓળખ અને પ્રોત્સાહન આપવામાં એલાયન્સ કંપનીની મોટી ભૂમિકા રહી છે. અદ્યતન મશીનોના વેચાણની દ્રષ્ટિએ એલાયન્સ મશીનો સૌથી વધુ બજાર હિસ્સો ધરાવે છે.
એલાયન્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સુભાષ ડાવરના પુત્ર ચિરાગ ડાવરે ET નાઉને જણાવ્યું હતું કે, એલાયન્સ કંપનીએ હંમેશા નવી ટેકનોલોજી આધારિત મશીનો સફળતાપૂર્વક રજૂ કરી છે. કંપનીના રાફેલ નામના મશીને સુરતના ઉદ્યોગને એક નવી દિશા આપી છે. આ પ્રકારની ટેકનોલોજી અન્ય કોઈ કંપનીના મશીનોમાં નથી. ગ્રાહકોના સંતોષ અને બેસ્ટ સર્વિસ ને પ્રાધાન્ય આપીને, એમ્બ્રોઇડરી ક્ષેત્રે નવા કોન્સેપ્ટને રજૂ કરવા સાથે કંપની સતત આગળ વધી રહી છે.
નોંધનીય છે કે, ET બિઝનેસ કોન્ક્લેવ અને એવોર્ડ્સ 2025 માં વિવિધ શ્રેણીઓમાં ઇન્ડસ્ટ્રીઝના લીડર્સ અને ઈનોવેટર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સફળ કાર્યક્રમે વાસ્તવમાં રાષ્ટ્રીય સુરક્ષા, નવીનતા, આર્થિક સુધારા અને આત્મનિર્ભરતા… એ “વિકસિત ભારત” તરફની ભારતની યાત્રાના આધારસ્તંભો કેવી રીતે બનાવે છે..? તેના પર ભાર મૂક્યો હતો.