પ્રયાગરાજથી 2 હજાર લીટર પાણી મંગાવી ગંગાજળ, રિયલ ડાયમંડ-ગોલ્ડનું મંગળસૂત્ર સહિત કરિયાવર ભેટમાં આપ્યું
ત્રિવેણી સંગમના આશીર્વાદ સાથે દાંપત્ય જીવનની શરૂઆત – SRK ગ્રૂપ દ્વારા આયોજિત 75 યુગલોના વિવાહનો મહાકુંભ
સુરત: એક તરફ જ્યાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થયું છે ત્યાં સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી. (SRK)ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા મહાકુંભ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, આઉટરિંગ રોડ મોટા વરાછા ખાતે આયોજિત “પ્યોર વિવાહ” શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભ માંથી લાવવામાં આવેલ ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ-સોનાના મંગળસુત્ર સહિત કરિયાવર આપવામાં આવ્યો.
આ અંગે આયોજક શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા જાણવામાં આવ્યું હતું કે SRK ગ્રુપ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે અયોધ્યાત્સવ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર-વધુએ રામ-સીતાના ગેટઅપમાં ફેરા ફર્યા હતાં. તેવી જ રીતે આ વર્ષે પણ 75 યુગલમાંથી 15 યુગલોએ કૃષ્ણ-રૂક્ષ્મણીના ગેટઅપમાં ફેરા ફર્યા હતા. કરિયાવરમાં રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસુત્ર, કાનની બુટી, નાકનો દાણો, ચાંદીના ઝાંઝર, ચાંદીની ગાય, કબાટ, ખુરશી, વાસણનો સેટ, ટીપોઈ, નાસ્તાની ડિશ, સહિત 68 વસ્તુઓ ભેંટ સ્વરૂપે આપવામાં આવી હતી.
વિશેષ બાબત એ હતી કે કન્યાઓને કરિયાવર તરીકે ભેટ આપવા માટે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભ માંથી 2000 લિટર ગંગાજળ લાવવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન કાર્યક્રમમાં 15 હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ફ્રી વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સાથે મહેમાનો સહિત તમામ આમંત્રિતિનું પવિત્ર ગંગાજળ વડે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના જળશકિત મંત્રાલય, ભારત સરકાર; શ્રી હરિવંશ નારાયણ સિંઘ સાહેબ, ઉપસભાપતિ – રાજ્યસભા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નવ દંપતીઓને આશીર્વાદ આપવા સંસદ સભ્ય શ્રી મુકેશ દલાલ સહિત સુરતના તમામ ધારાસભ્યો સાથે આઇએએસ શ્રી કાર્તિક જીવાણી ઉપસ્થિત રહ્યા હતા.
SRKKF દ્વારા વર્ષ 2015થી યોજાતા આ “પ્યોર વિવાહ” માં અત્યાર સુધી 900 થી પણ વધુ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.