નાસિક ખાતે યોજાયેલ 62મી એન્યુઅલ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ કોન્ફરન્સમાં મળ્યું બહુમાન
સુરત. સુરત શહેરમાં ફિઝિયોથેરેપિસ્ટ તરીકે વિખ્યાત એવા ડૉ.નીરજ ભણશાલીને Distinguished Service award થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને આ બહુમાન મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાયેલ 62મી એન્યુઅલ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ કોન્ફરન્સમાં આપવામાં આવ્યું.
ધી ઈન્ડિયન એસોસિયેશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ દ્વારા દર વર્ષે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા આ વર્ષે 62મી IAP નેશનલ કોન્ફરન્સનું આયોજન 15 અને 16 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના નાસિક ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી ફિઝિયોથેરેપિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા મહાનુભાવો એ ભગા લીધો હતો. આ નેશનલ કોન્ફરન્સ દરમિયાન એસોસિએશન દ્વારા ફિઝિયોથેરેપિસ્ટ તરીકે ઉમદા કામગીરી કરનાર અને આ પ્રેક્ટિસમાં નવા આયામ સર કરનાર ફિઝિયોથેરેપિસ્ટ ને જુદા જુદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે સુરત ખાતે પ્રેક્ટિસ કરતા એવા નામાંકિત ફિઝિયોથેરેપિસ્ટ અને સ્પાઇનેક્સ ગ્લોબલના સંચાલક એવા શ્રી નીરજ ભણશાલીને એસોસિએશન દ્વારા Distinguished Service award એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે આ બહુમાન તેઓ દ્વારા ફિઝિયોથેરેપિસ્ટ પ્રેક્ટિસશનર તરીકે આ ક્ષેત્રમાં કરેલી ઉમદા કામગીરી બદલ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ડૉ.નીરજ ભણશાલીએ વર્ષ 1996માં બરોડાની એમ. એસ.યુનિવર્સિટી ખાતેથી ફિઝિયોથેરેપિસ્ટની ડિગ્રી મેળવી હતી અને છેલ્લા 28 વર્ષથી તેઓ સુરત ખાતે B.P.T. Spine Specialist તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ વર્ષ 1996માં સુરતના નાણાવટ રોડ ખાતે શુભમ ફિઝિયોથેરેપી સેન્ટર ખાતે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને હવે તેઓ સ્પાઇનેક્સ ગ્લોબલ ફિઝિયોથેરેપી સેન્ટર નું સંચાલન કરી રહ્યા છે. વર્ષ 1998માં તેઓએ પહેલી વખત મોબાઇલેઝેશન થેરેપી રજૂ કરી આ ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભર્યું હતું. આજે તેઓ સ્પાઈનલ સ્પેશિયલિસ્ટ તરીકે માત્ર સુરત, ગુજરાત કે ભારત જ નહીં પણ વિદેશમાં પણ વિખ્યાત છે. દેશ વિદેશમાં યોજાતી અનેક કોન્ફરન્સ અને વર્કશોપમાં તેઓએ ભાગ લીધો છે. તેઓએ ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી સ્પોર્ટ્સ મેન્યુઅલ થેરેપી ની પણ તાલીમ લીધી છે. તેઓ પ્રશિક્ષુ ક્રિકેટર માટે BCCI ના આમંત્રણ પર બેંગલોર ના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સેવા આપી ચૂક્યા છે. તેઓ દુલીપ ટ્રોફી દરમિયાન વેલ નોન ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજી, રોબિન ઉથપ્પા, રાહુલ દ્રવિડ, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓને પણ ફિઝિયોથેરેપિસ્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. આજે દેશ વિદેશના અનેક દર્દીઓએ કે જેઓ અલગ અલગ પ્રકારના દર્દથી પીડાતા હતા તેવા દર્દીઓને વગર સર્જરીએ માત્ર થેરેપી તરીકે દર્દથી મુક્તિ અપાવી ચૂક્યા છે.