ચોક્કસ લક્ષ્ય સાથે એક્સપોર્ટ વધારી વધુ નફો કેવી રીતે મેળવી શકાય તેનું માર્ગદર્શન અપાયું
સુરત. એક્સપોર્ટને વધારવા અને વધુ નફો કેવી રીતે મેળવી શકાય એ માટેના માર્ગદર્શન સાથે જ એક્સપોર્ટર્સ ને એક મંચ પર લાવતી બીઇંગ એક્સપોર્ટર સંસ્થા દ્વારા 29મી ડિસેમ્બરના રોજ નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપ ડીસ્કશન સાથે જ એક્સપોર્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બીઇંગ એક્સપોર્ટર ના સ્થાપક “ભગીરથ ગોસ્વામી” એ જણાવ્યા મુજબ 29મી ડીસેમ્બરના રોજ સુરત ખાતે બીઇંગ એક્સપોર્ટ દ્વારા નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિભિન્ન રાજ્યોના 140 થી વધુ એક્સપોર્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય એક્સપોટર્સને એક મંચ પર ભેગા કરી પોતાના આઈડિયા, રોડમેપ અને લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરી શકાય તે વિશે ચર્ચા કરવાનો હતો. ત્યારે સૌ સભ્યોએ યથાર્થ ચર્ચા કરી હતી. સાથે આગમી વર્ષ 2025માં કઈ બાબતોને અમલમાં લાવી શકાય કે અને શું એક્સપોર્ટર કરી શકાય કે જેનાથી વેપારના વિકાસ સાથે જ વધુ નફો મેળવી શકાય તે વિશે વિસ્તૃત ચર્ચા કરવા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.