સુરત (Surat) ના ડુમસ વિસ્તારમાં મોડી રાત સુધી ચાલતી હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી પર પોલીસે દરોડો પાડતાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે. બાપુજીની વાડી સ્થિત ‘જશ્ન વિલા-12A’માં ચાલતી પાર્ટીમાં 8 યુવતી અને 14 યુવકો સહિત કુલ 22 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂ ઉપરાંત દારૂ પીવા માટે ઉપયોગમાં લેવાતી અલગ-અલગ ગેમ્સ અને ટાસ્કવાળા બોર્ડ પણ મળી આવ્યા હતા.આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે પાર્ટીમાં કોણ કેટલો દારૂ પીશે તે નક્કી કરવા માટે લુડો, સાપસીડી અને પત્તા આધારિત ડ્રિંકિંગ ગેમ્સ રમાડવામાં આવતી હતી. પોલીસના દરોડા બાદ પાર્ટીમાં ઉપયોગમાં લેવાતા ‘BLACK OUT’, ‘SHOTS AND LADDERS’ અને ‘CARD ROULETTE’ જેવા ગેમ બોર્ડ પણ ચર્ચામાં આવ્યા છે.
સુરત (Surat) માં બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ
મળતી માહિતી મુજબ, સુરત (Surat) ના ડુમસ વિસ્તારમાં બાપુજીની વાડી સ્થિત ‘જશ્ન વિલા-12A’માં એક મેકઅપ આર્ટિસ્ટ યુવતીની બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં યુવક-યુવતીઓ મોંઘીદાટ ગાડીઓ લઈને પહોંચ્યા હતા.ફાર્મ હાઉસમાં બર્થ-ડે સેલિબ્રેશનની આડમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે (Surat) ડુમસ પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પોલીસે કુલ 22 યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં 8 યુવતીઓ અને 14 યુવકોનો સમાવેશ થાય છે.
લુડો રમીને નક્કી થતો હતો કોણ કેટલો પેગ પીશે
પાર્ટીમાં દારૂ પીવા માટે જે રીત અપનાવવામાં આવી હતી તે પોલીસ માટે પણ આશ્ચર્યજનક હતી. લુડો જેવી ગેમના માધ્યમથી કોણે કેટલો દારૂ પીવો તે નક્કી કરવામાં આવતું હતું.પાસો ફેંક્યા બાદ જે નંબર આવતો તેના આધારે ખેલાડીને અલગ-અલગ ટાસ્ક આપવામાં આવતા હતા. તેમાં ઓછો પેગ, વધારે પેગ અથવા અન્ય વ્યક્તિને દારૂ પીવડાવવાના નિયમો પણ સામેલ હતા.આ રીતે સામાન્ય લાગતી ગેમને દારૂ પીવાની ગેમમાં ફેરવી દેવામાં આવી હતી.
ગેમ બોર્ડ પર ‘Ladies Drink’થી લઈને ‘Everyone Drink’ સુધીના ટાસ્ક
પોલીસને મળેલા ગેમ બોર્ડમાં દારૂ પીવા સાથે જોડાયેલા વિવિધ નિયમો જોવા મળ્યા હતા. તેમાં ‘Short Drink’, ‘Two Short Drinks’, ‘Youngsters Drink’, ‘Everyone Drink’ અને ‘Ladies Drink’ જેવા ટાસ્ક લખેલા હતા.પાસો ફેંક્યા બાદ જે ખાનામાં નંબર આવતો તેના આધારે પાર્ટીમાં હાજર વ્યક્તિએ સંબંધિત ટાસ્ક કરવાનો રહેતો હતો. આ રીતે પાર્ટીમાં દારૂ પીવાનું આયોજન એક ગેમના સ્વરૂપમાં કરવામાં આવ્યું હતું.
‘BLACK OUT’ ગેમમાં દારૂ સાથે અલગ-અલગ ટાસ્ક
સુરત (Surat) પોલીસે કરેલી કાર્યવાહીમાં ‘BLACK OUT’ નામનું ડ્રિંકિંગ ગેમ બોર્ડ પણ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ બોર્ડમાં દારૂ પીવા ઉપરાંત અન્ય મનોરંજનના ટાસ્ક પણ આપવામાં આવ્યા હતા.ગેમમાં ‘Take a Shot’, ‘Finish Your Drink’, ‘Guys Drink’, ‘Ladies Drink’ જેવા દારૂ સાથે જોડાયેલા ટાસ્ક ઉપરાંત ‘Truth or Dare’, ‘Group Selfie’, ‘Rap’ જેવા ટાસ્ક પણ રાખવામાં આવ્યા હતા.એટલે કે પાર્ટીમાં દારૂનું સેવન પણ ગેમના નિયમો અનુસાર કરવામાં આવી રહ્યું હતું.
સાપસીડીની જેમ ‘SHOTS AND LADDERS’ ગેમ
પાર્ટીમાંથી સાપસીડીની તર્જ પર તૈયાર કરાયેલું ‘SHOTS AND LADDERS’ નામનું ડ્રિંકિંગ બોર્ડ ગેમ પણ મળ્યું હતું.આ બોર્ડમાં 1થી 49 સુધીના નંબર હતા. ખેલાડી પાસો ફેંકીને આગળ વધતો હતો અને જે ખાનામાં પહોંચે તેના આધારે અલગ ટાસ્ક કરવાનો રહેતો હતો.કેટલાક ખાનામાં ‘Take a Shot’, તો કેટલાકમાં ‘Give a Shot’ જેવા નિયમો હતા. આ ઉપરાંત ‘Truth or Dare’ જેવા ટાસ્ક પણ રાખવામાં આવ્યા હતા. સાપ અને સીડીના નિયમોને પણ આ ગેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
પત્તાની ગેમમાં પણ દારૂના અલગ નિયમો
પાર્ટીમાં પત્તા આધારિત ‘CARD ROULETTE’ નામની ગેમ પણ તૈયાર કરવામાં આવી હતી. તેમાં પત્તાના નંબર અને ચિહ્ન પ્રમાણે દારૂ પીવાના અલગ-અલગ નિયમો બનાવવામાં આવ્યા હતા.ઉદાહરણ તરીકે, કેટલાક પત્તા આવતાં અન્ય લોકોને દારૂ પીવાનો નિયમ હતો, જ્યારે કેટલાક પત્તા યુવતીઓ અથવા યુવકોને દારૂ પીવાનો ટાસ્ક આપતા હતા.આ ઉપરાંત પત્તાનો રંગ ઓળખવો, કોઈને હસાવવું અથવા આખો પેગ પૂરો કરવો જેવા ટાસ્ક પણ રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર ચાલતી હતી પાર્ટી
આ સમગ્ર મામલામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે ફાર્મ હાઉસમાં પાર્ટી ચાલી રહી હતી તે (Surat) પોલીસ સ્ટેશનથી આશરે 300 મીટર અને નશા મુક્તિ કેન્દ્રથી માત્ર 50 મીટરના અંતરે હોવાનું જણાવાયું છે.પાર્ટી દરમિયાન બહાર દારૂની કેટલીક બોટલો સળગાવેલી હાલતમાં પણ જોવા મળી હોવાનું સામે આવ્યું છે.બાતમી મળ્યા બાદ ડુમસ પોલીસે કાર્યવાહી કરી અને મોડી રાત્રે આશરે 2:30 વાગ્યે દરોડો પાડ્યો હતો.
આ પણ વાંચો : સુરત(surat)માં ચોરીની બાઇકનો ખતરનાક ખેલ: AIથી નકલી RC તૈયાર કરી સોશિયલ મીડિયા મારફતે વેચાણ, 12 વાહનો સાથે 2 ઝડપાયા
8 યુવતી અને 14 યુવકો પોલીસના હાથે ઝડપાયા
(Surat) પોલીસની કાર્યવાહીમાં કુલ 22 લોકો ઝડપાયા હતા. તેમાં 8 મહિલાઓ અને 14 પુરુષોનો સમાવેશ થાય છે.ઝડપાયેલા લોકોની ઉંમર આશરે 21થી 27 વર્ષની હોવાનું જણાવાયું છે. તેમાં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ, કેટલાક ખાનગી કંપનીમાં નોકરી કરતા લોકો અને કેટલાક રોજગારની શોધમાં રહેલા હોવાનું સામે આવ્યું છે.આ ફાર્મ હાઉસ કોના નામે છે, કેટલા રૂપિયામાં ભાડે આપવામાં આવ્યું હતું અને કયા હેતુથી લેવામાં આવ્યું હતું તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસની કાર્યવાહી બાદ માલિકની પણ પૂછપરછ
પોલીસે પાર્ટીમાં હાજર લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ ફાર્મ હાઉસના માલિકને પણ બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.પાર્ટી માટે સ્થળ કેવી રીતે બુક કરવામાં આવ્યું હતું, આયોજક કોણ હતો અને દારૂની વ્યવસ્થા ક્યાંથી કરવામાં આવી હતી તે સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
સુરત (Surat) માં પાર્ટીના નામે દારૂની મહેફિલ સામે પોલીસની કાર્યવાહી
સુરત (Surat) ના ડુમસ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એક વખત ફાર્મ હાઉસ અને પાર્ટીના નામે ચાલતી દારૂની મહેફિલ સામે સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને દારૂ પીવા માટે ગેમ્સ અને અલગ-અલગ ટાસ્કનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.પોલીસ હવે આ પાર્ટીના આયોજન પાછળ કોણ હતું, દારૂ ક્યાંથી આવ્યો અને ફાર્મ હાઉસ કોને ભાડે આપ્યું હતું તે સહિતના મુદ્દે વધુ તપાસ કરી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી

.gif)
.gif)

.gif)
.gif)
.gif)