તમે બધા પણ ઘણા સમયથી WhatsApp નો ઉપયોગ કરતાજ હશો, પરંતુ આવા ઘણા બધા ફીચર્સ હશે જેના વિશે તમે કદાચ નહિ જાણતા હોવ. પરંતુ આજે અમે તમને WhatsAppના કેટલાક ટોપ અને ઉપયોગી ફીચર્સ વિશે જણાવીશું ટો તૈયાર થઇ જાવો WhatsApp વિષે જાણવા માટે.
આજે WhatsApp જે વિશ્વની સૌથી મોટી મેસેજિંગ એપ બની ગઈ હોય તેમાં કોઈ બે મત નથી. જયારે મહત્વનું છે કે આજે વિશ્વમાં 2 અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. તમે બધા પણ WhatsApp નો ઉપયોગ કરતા હશો, પરંતુ આવા ઘણા બધા ફીચર્સ હશે જેના વિશે તમે કદાચ નહિ જાણતા હોવ. આજે અમે તમને WhatsAppના કેટલાક ટોપ અને ઉપયોગી ફીચર્સ વિશે જણાવીશું.
WhatsApp મા ગ્રુપ નોટીફિકેશન સાયલેન્ટ કેમ કરવી :
જો તમે દિવસભર વોટ્સએપની ટિકીંગથી બચવા માંગતા હોવ તો તમારે હંમેશા વોટ્સએપ ગ્રુપને સાયલન્ટ મોડમાં રાખવું જોઈએ. આ માટે તમારે ગ્રુપ પર ટેપ કરવું પડશે અને તમે ગ્રુપને 8 કલાક, એક સપ્તાહ અથવા કાયમ માટે મ્યૂટ કરી શકો છો. આમ કરવાથી તમે વારંવાર વોટ્સએપ ચેટ નહીં ખોલશો અને તમને ટિકીંગથી પણ છુટકારો મળશે. તમે આ સંદેશાને પછીથી એકસાથે જોઈ શકો છો.
WhatsApp મા મીડિયા ડાઉનલોડ ઉપર કંટ્રોલ કેમ કરવું
તમે WhatsApp માં મીડિયા (ફોટો, વિડિયો, ઑડિયો વગેરે) ડાઉનલોડ કરવા માટે વિવિધ વિકલ્પોને કસ્ટમાઇઝ કરી શકો છો, જેમ કે તમે ફક્ત WiFi પર ડાઉનલોડ કરી શકો છો અથવા તમારા ફોન પર કયા પ્રકારનું મીડિયા ડાઉનલોડ કરવું તે મુક્તપણે પસંદ કરી શકો છો. આ તમારો સમય અને ડેટા બચાવી શકે છે.
આ પણ વાંચો : Samsung Galaxy S24 Series: ત્રણ સ્માર્ટફોન લોન્ચ, Google Gemini AIનો સપોર્ટ મળ્યો, જાણો તમામ ફીચર્સ શું છે.
સ્ટેટસ પ્રાયવેસી :
તમે તમારા સંપર્કમાં હોય તેવા લોકો સાથે જ WhatsApp સ્ટેટસ શેર કરી શકો છો. તમે ફક્ત “મારા સંપર્કો” સાથે શેર કરો પર ટેપ કરીને તેને ખાનગી રાખી શકો છો. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે જે લોકોના નંબર તમારા ફોનમાં સેવ નથી તેઓ તમારું સ્ટેટસ જોઈ શકશે નહીં.
ટું સ્ટેપ સિક્યુરીટી :
તમે તમારા એકાઉન્ટની સુરક્ષા અને ચકાસણી વધારી શકો છો જે તમારા એકાઉન્ટની સુરક્ષાને મજબૂત બનાવશે. ટુ-સ્ટેપ વેરિફિકેશનને સક્ષમ કર્યા પછી, જ્યારે પણ તમે નવું WhatsApp એકાઉન્ટ સેટ કરો છો, ત્યારે તમારે પિન કોડ દાખલ કરવાની જરૂર પડશે તો જ તમારું એકાઉન્ટ સેટ થઈ જશે. ટુ-સ્ટેપ વેરિફિકેશનની મદદથી તમારા મેસેજ અને ડેટાને વધુ સુરક્ષિત રાખી શકાય છે.
સ્ટેટસ હાઈડ કેમ કરવું :
વોટ્સએપે ઓનલાઈન સ્ટેટસ છુપાવવા માટે ફીચર પણ બહાર પાડ્યું છે. અમને વ્યક્તિગત રીતે આ સુવિધા ખૂબ જ ઉપયોગી લાગે છે. આ ફીચરમાં તમે તમારી ઈચ્છા મુજબ તમારું ઓનલાઈન સ્ટેટસ છુપાવી શકો છો, ત્યારપછી તમારું ઓનલાઈન સ્ટેટસ તમારા કોન્ટેક્ટ્સને દેખાશે નહીં. એટલે કે તમે તમારી ઈચ્છા મુજબ તમારું ઓનલાઈન સ્ટેટસ છુપાવી શકો છો. ઓનલાઈન સ્ટેટસ છુપાવવા માટે તમારે સેટિંગ્સમાં જવું પડશે. અહીંથી, તમે છેલ્લે જોવાયેલા અને ઓનલાઈન વિકલ્પમાંથી તમારી પસંદગી મુજબ ગોપનીયતા વિકલ્પને કસ્ટમાઈઝ કરી શકો છો.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં