મહા શુદ તેરસ ને ગુરૂવાર તા ૨૨.૨.૨૦૨૪ ના દિવસે વિશ્વકર્મા જયંતી છે તથા આ દિવસે ગુરુપુષ્યામૃત યોગ પણ સવારે ૭.૧૪ થી સાંજના ૪.૪૩ સુધી છે આથી આ દિવસ સોના ચાંદી જમીન મકાન વાહનની તથા દરેક શુભ ખરીદી માટે ઉત્તમ રહેશે તથા આ દિવસે વિશ્વકર્મા જયંતી હોવાથી આ દિવસ ઉત્તમ ગણાશે
એક માન્યતા પ્રમાણે વિશ્વકર્મા દાદા ને બ્રહ્માજી ના વંશજ માનવામાં આવે છે અને વાસ્તુ દેવના પુત્ર માનવામાં આવે છે ઉત્તર તથા પશ્ચિમ ભારતમા એટલે કે ગુજરાત મા વિશ્વકર્મા જયંતી મહા મહિના ની તેરસ ના દિવસે મનાવવામાં આવે છે જ્યારે ભારતના અન્ય ભાગો મા ભાદરવા મહિના મા મનાવવામાં આવે છે
વિશ્વકર્મા દાદા એ સોનાની લંકા તથા દ્વારકા નગરીનું નિર્માણ પણ વિશ્વકર્મા દાદા કરેલું ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ તથા લોકો માટે, ભવનો અને મંદિરો બનાવ્યા હતા . આ દિવસે વિશ્વકમા દાદા ની પૂજા તમામ કલાકારો, કારીગરો અને કુંટુબો દ્વારા કરવી શુભ અને ઉત્તમ છે . અને વિશ્વકર્મા જયંતી ના દીવસે વિશ્વકર્મા દાદાની પૂજા કરવાથી ઘર મા તથા વ્યાપારમાં સુખ – સમૃદ્ધિ આવે છે .
વિશ્વકર્માની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘર અને દુકાનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે . આ દિવસે, તમામ કાર્ય મા વપરાયેલા મશીનો પૂજા કરવાથી બરકત આવે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુની સાથે વિશ્વકર્માજીની પ્રતિમાનું અથવા છબીને ચાંદલો ચોખા કરી અબીલ ગુલાલ કંકુ અર્પણ કરી પૂજા – અર્ચના કરવી . દીવો અને ધૂપ વગેરે પ્રગટાવીને વિષ્ણુ ભગવાન અને વિશ્વકર્મા જી ની આરતી કરવી તથા જે લોકો કારીગરી કામ સાથે જોડાયેલા હોય જે લોકો મશીનરીના કામ સાથે જોડાયેલા હોય તેઓએ વિશ્વકર્મા દાદા ની પૂજા ખાસ કરવી ખાસ કરીને જમીન મકાનના બાંધકામ ના કામ સાથે જોડાયેલા લોકોએ વિશ્વકર્મા દાદાની પૂજા ખાસ કરવી આપને કલાકારી ગીરી માં પણ વધારો થશે વિશ્વકર્મા દાદા એ સોનાની દ્વારકા નગરી પણ બનાવેલી વિશ્વકર્મા દાદા એ તે ઉપરાંત સોના ની લંકા ઇન્દ્રનુ વજ્.. પુષ્પક વિમાન તથા શિવજી નું ત્રિશુલ અને પાંડવોની ઇન્દ્રપ્રસ્થ નગરી નું પણ નિર્માણ વિશ્વકર્મા દાદા એ કરેલું છે…
શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી