જય અંબે
સાત્વિક ઈચ્છાપૂર્તિ માટે સર્વશ્રેષ્ઠ ૐ
(ભાગ-૭)
ગતાંક થી ચાલુ….
અગાઉના લેખમાં આપણે ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા ઉચ્ચારણ કરાયેલા વાક્યો તથા ઉપનીષદો દ્વારા ૐ ની સમજ કેળવી. ચાલો હવે આજના લેખમાં આપણે અન્ય સાહિત્યો, સંતો અને મહાપુરુષોના અધ્યયન ને સમજવાનો પ્રયત્ન કરીએ.
હિન્દુ ધર્મના અન્ય સાહિત્યો ૐ વિશે શું કહે છે?
તસ્ય વાચક: પ્રણવ:! (અર્થાત તે ઈશ્વર નો વાચક ૐ છે.- પતંજલિ યોગસુત્ર-૧.૨૭)
સિદ્ધયન્તિ અસ્ય અર્થ: સર્વ કર્માંની ચ ! (અર્થાત જે ૐ રૂપી મંત્રનો જપ કરે છે તેના બધા કર્યો સિધ્ધ થઇ જાય છે. – ગોપથ બ્રાહ્મણ ગ્રંથ)
‘અ’ ભગવાન કૃષ્ણ છે.’ ઉ’ રાધારાણી છે. અને ‘મ’ જીવ છે.( ચૈતન્ય ચરિતામૃત અને ગરુડ પુરાણ)
ૐ એટલે ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અથવા ત્રણ વેદ. (વાયુ પુરાણ)
શક્તિમાર્ગ પ્રમાણે ૐ એટલે ત્રિદેવી. ‘અ’, ‘ઉ’ અને ‘મ’ ને જુદી રીતે ગોઠવીએ તો ‘ઉ’+‘મ’ +’અ’ અથવા “ઉમા” અને દેવી ભાગવત બારમાં અધ્યાય પ્રમાણે આદ્યશક્તિ વેદોની માતા છે.
આખું વિશ્વ કંપન શક્તિ થી બનેલું છે. જેને વૈશ્વિક ઉર્જા પ્રાપ્ત થાય છે. આ ઉર્જા ‘પ્રકાશ’ અને ‘ધ્વની’ એમ બે રીતે પ્રસરે છે. ૐ માં બંને સમાયેલા છે. (કથક સંહિતા-કૃષ્ણ યજુર્વેદ-૧૨.૭, ૨૭.૧) (ખુબજ અગત્યનું વાક્ય છે. જેનું મહત્વ આગળ ઉપર સમજશું.)
પ્રણવ એ આત્મા અને બ્રહ્મ બંને છે. એ બન્ને એકબીજા સાથે જોડાયેલા છે. (નરસીંહતાપીની ઉપનિષદ)
સંતો અને મહાપુરુષો ૐ વિશે શું કહે છે?
ૐ એ પરમાત્માની અભિવ્યક્તિ છે. (સ્વામી વિવેકાનંદ)
કોઈ અક્ષર કે ચિન્હ, કોઈ એક વસ્તુને દર્શાવવા માટેની અભિવ્યક્તિ છે. જે વસ્તુને દર્શાવવાની હોય તેનું અસ્તિત્વ મોજુદ હોય અને આપણને જો ખબર હોય કે એ અક્ષર કે ચિન્હ એ વસ્તુને વારંવાર દર્શાવે છે, ત્યારે આપણે સમજવું જોઈએ કે એ બે વચ્ચે ગાઢ સંબંધ છે. (સ્વામી વિવેકાનંદ)
ભારતમાં વેદાન્તી, દ્વૈત, અદ્વૈત, નાસ્તિક વગેરે જે સાંપ્રદાયિક વિચારો છે તે દરેક ૐ ની આસપાસ મંડરાયેલા છે. ૐ બધા સંપ્રદાયોની અને વિશાળ માનવ સમુદાયની આસ્થા નું કેન્દ્ર છે. (સ્વામી વિવેકાનંદ)
જો કોઈપણ દેવી દેવતાનું મંદિર બનાવવામાં આવે, તો અન્ય પંથો અંદરોઅંદર ઝગડે. પરંતુ આપણે એક બિનસાંપ્રદાયિક ૐ નું મંદિર બનાવવું જોઈએ. હિન્દુનો જો કોઈ પંથ ૐ ને માનતો ન હોય, તો તેને હિન્દુ કહેવડાવવાનો કોઈ અધિકાર નથી. (સ્વામી વિવેકાનંદ)
આ શ્રુષ્ટીમાં ફક્ત એક જ ભગવાન છે – ‘ૐ’. ફક્ત એક જ ધર્મ છે – ‘વેદિક ધર્મ’. ફક્ત એક જ ધાર્મિક સાહિત્ય છે – ‘વેદો’. ફક્ત એક જ જાતિ છે – ‘આર્યો’. ભગવાન ને ભજવાની એક જ પધ્ધતિ છે – ‘સંધ્યા’. (સ્વામી દયાનંદ સરસ્વતી)
ૐ સત્યનામ જપવાવાળો પુરુષ નિર્ભય, વેર વગરનો, અને અકાલ પુરુષ જેવો બની જાય છે.(ગુરુ નાનકજી)
ઓ ૐ કાર આદિ મેં જાના ! લિખી ઔ મિટે તાહી ના માના !!
ઓ ૐ કાર લિખે જો કોઈ ! સોઈ લિખી મેટના ન હોઈ !! (કબીરજી)
જયારે આપણે ૐ નું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણે ફક્ત પરમાત્માંને જ મહત્વ નથી આપતા, પરંતુ આપણે પોતાને પણ મહત્વ આપીએ છીએ. પરમાત્મા અને આત્મા વચ્ચેના સંબંધને મહત્વ આપીએ છીએ. (સ્વામી યોગેશ્વરાનંદ)
ૐ તમારો જન્મ સિદ્ધ અધિકાર છે. વિશ્વના લોકોની આધ્યાત્મિક સંપતિ છે. શબ્દશક્તિ છે. તેને જયારે આસ્થા થી ઉચ્ચારવામાં આવે, ત્યારે એક નવી આધ્યાત્મિક ઉર્જા અને શક્તિનો અનુભવ થાય છે. (સ્વામી શિવાનંદ)
ૐ ના બે ઉચ્ચારણ વચ્ચે જે શાંતિ છે, તેને અનુભવીને અનંત પરમાત્મા અને આપણી અંદર રહેલા આત્મા (અંતરાત્મા) ની ઓળખ થાય છે. (સ્વામી ચિન્મયાનંદ)
ૐ વગર કોઈપણ મંત્રનું એટલુ જ મહત્વ છે, જેટલું શ્વાસ વગર જીવતા માણસનું. (સ્વામી ચિન્મયાનંદ)
એકાક્ષર ૐ દરેક મનુષ્યોના હૃદયમાં આત્મા તરીકે સ્થાયી છે. (શ્રી રમણ મહર્ષિ)
એક વખત પરમાત્મા અંગેનું ડહાપણ ભર્યું જ્ઞાન થયા પછી, દેવો અને ઈશ્વરો એ બધા માયાના જ સ્વરૂપો છે એવું સમજાય છે. ઉપનિષદ, ગીતા, યોગસૂત્રો વગેરે ફક્ત ૐ નું ધ્યાન કરવાનુ જ સમજાવે છે. (શ્રી માં શારદા દેવી)
જે કોઈ ૐ ને સમજી શકે છે, તેને ગુરુની મદદ વગર દૈવી જ્ઞાન પ્રાપ્ત થાય છે. (સ્વામી મુખ્યાનંદ)
ૐ હિન્દુ ધર્મમાં પરમાત્માનું નામ છે. એક આધ્યાત્મિક સુત્ર છે. જેને બીજા સુત્રોની શરૂઆતમાં લગાડવાથી પરમાત્માના બધા અવતારોના દર્શન થાય છે. ૐ વગરના ભગવાન ને વિચારી શકાય નહિ. અને એવા દેવને પુંજી શકાય નહિ. (સ્વામી શ્રદ્ધાનંદ)
હું ૐ ધ્વનિ ને ઘંટ ના અવાજ સાથે સરખાવું છું. જેનો અવાજ એને વગાડ્યા પછી વાતાવરણમાં ઓગળી જાય છે અને શાંતિ માં પરિણમે છે. ૐ ઉચ્ચારણ પછીની શાંતિ માં પણ, પૂર્ણતત્વમાં મન એકાકાર થયાની લાગણી અનુભવાય છે. (શ્રી રામક્રિષ્ણ)
શ્રી રામ પાસે ભગવાનના સગુણ અવતાર તરીકેની જે શક્તિ છે, તે ૐ ના ઉચ્ચારણમાં છે. આ કારણે જ ભારતમાં રામનામ સૌથી લોકપ્રિય છે. (સંત રામદાસ)
ૐ આ સમગ્ર વિશ્વનો પ્રથમ અને પ્રાથમિક ધ્વનિ છે. કે જે કોઈનાથી ઉત્પન્ન થતો નથી અને જે શક્તિ નું સાંભળી શકાય તેવું સ્વરૂપ છે.
(સ્વામી સ્વાહાનંદ)
આવા ઘણા વાક્યો આપણને સચોટ રીતે ૐ વિશે સમજણ આપે છે. અહીં આપણે ફક્ત હિન્દુ સાહિત્યો વિશે સમજ્યા. અન્ય ધર્મોમાં ૐ નું મહત્વ સમજશું આવતા લેખમાં.
!!! ૐ તત સત !!!
લેખક : અનુપ શાહ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.