Farmers Protest:મળતી માહિતી મુજબ ખેડૂતોના આંદોલનના સમાચાર વચ્ચે 12 ફેબ્રુઆરી 2024ના રોજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને કૃષિ મંત્રી અર્જુન મુંડાની ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી, પરંતુ તે બેઠકમાં કોઈ પણ સમાધાન આવ્યું ન હતું જે બાદ 13 ફેબ્રુઆરીએ ખેડૂતો ટ્રેક્ટરમાં દિલ્હી કૂચ કરી છે .
પરંતુ અહી સવાલ ઉપસ્થિત થાય છે કે ખેડૂતો ફરી એક વાર વિરોધ કરવા માટે મજબુર કેમ થયા? અને તેમની માંગણીઓ શું છે? ખેડૂતોની દિલ્હી ચલો માર્ચથી જોડાયેલા તમામ સવાલોના જવાબ અહી જાણો
નવેમ્બર 2021 માં, સરકારે 3 કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી હતી,અને ત્યારબાદ ખેડૂતોએ તેમનું આંદોલન પાછું ખેંચ્યું હતું. તે દરમિયાન સરકારે તેમને લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપવાનું વચન આપ્યું હતું.અને સાથે અન્ય કેટલીક માંગણીઓ પુરી કરવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ બે વર્ષ પછી પણ તેમની માંગણીઓ પૂરી ન થતા ખેડૂતો તેમની બાકી રહેલી માંગણીઓને લઈને દિલ્હી તરફ કુચ કરવા માંગે છે. ‘દિલ્લી ચલો’ નારો 13મી ફેબ્રુઆરીનું તેમની વ્યૂહરચનાનો એક ભાગ છે.
Farmers Protest:શું છે ખેડૂતોની માંગ?
તમામ પાકની ખરીદી પર MSP ની ગેરંટી આપતો કાયદો બનાવવાંમાં આવે. સ્વામીનાથન કમિશનના રિપોર્ટમાં ખેડૂતોને તેમના પાકની કિંમત દોઢ ગણી ચૂકવવાની ભલામણ કરવામાં આવેલ છે.તમામ પાકોના ભાવ C 2 + 50% ફોર્મ્યુલા હેઠળ ડૉ. સ્વામિનાથન કમિશનની સૂચના મુજબ આપવામાં આવે.શેરડીના પાક માટે એમ એસ પી ડો. સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબ આપવી જોઈએ.તમામ પ્રકારના મસાલા વસ્તુઓની ખરીદી માટે રાષ્ટ્રીય કમિશનની રચના કરવી જોઈએ.ખેડૂતો અને ખેત મજૂરોની સંપૂર્ણ લોન માફી.અગાઉના થયેલા દિલ્હી આંદોલનની પડતર માંગણીઓ પૂરી કરવામાં આવે
લખીમપુર ખીરી હત્યાકાંડ કેસમાં ન્યાય કરવામાં આવે, આરોપી અજય મિશ્રાને કેબિનેટમાંથી બરતરફ કરીને ધરપકડ કરવામાં આવે. આશિષ મિશ્રાના જામીન રદ કરવામાં આવે અને સમજૂતી મુજબ ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવે. તમને જણાવી દઈએ કે 2021માં લખીમપુરી ખીરીમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ચાર ખેડૂતોને કથિત રીતે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ તેમની કાર વડે તેમણે કચડી નાખવામાં આવ્યા હતા. ખેડૂતો સરકાર પાસે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને નોકરી આપવા અને દોષિતોને સજા કરવાની માંગ કરી રહ્યા છે.
દિલ્હી આંદોલન(Farmers Protest)સહિત દેશભરના તમામ આંદોલનો દરમિયાન ખેડૂતો પર દાખલ કરાયેલા તમામ પ્રકારના કેસ રદ કરવામાં આવે. આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતો અને મજૂરોના પરિવારોને વળતર આપવામાં આવે. દિલ્હી આંદોલનના શહીદ સ્મારક માટે જમીન આપવી જોઈએતેમજ વળતર અને , સરકારી નોકરી આપવી જોઈએ.
દિલ્હી આંદોલન(Farmers Protest) દરમિયાન, ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના વીજળી સુધારા બિલનો અમલ નહીં કરવા પર સંમતિ દર્શાવવામાં આવી હતી, પરંતુ તે પાછળથી વટહુકમ દ્વારા લાગુ કરવામાં આવી રહ્યો છે, તેને રદ કરવામાં આવે.વચન મુજબ, કૃષિ ક્ષેત્રને પ્રદૂષણ કાયદામાંથી બહાર રાખવું જોઈએ.
ભારતે WTO કરારોમાંથી બહાર આવવું જોઈએ, વિદેશમાંથી કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ વગેરે પરની આયાત ડ્યુટી ઘટાડવી જોઈએ નહીં પરંતુ વધારવી જોઈએ અને ભારતીય ખેડૂતોના પાકોને અગ્રતાના ધોરણે કારીડવું જોઈએ.
58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે દર મહિને 10,000 રૂપિયાની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ.સરકારે ખેતરને એક એકમ ગણીને પોતે જ પ્રિમિયમ ભરીને પાક વીમા યોજનાનો અમલ કરવો જોઈએ.
જમીન સંપાદન અધિનિયમ 2013 એ જ સ્વરૂપે લાગુ થવો જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા જમીન સંપાદન અંગે રાજ્યોને આપવામાં આવેલી સૂચનાઓ અને જમીન સંપાદન કાયદામાં કરાયેલા સુધારાને રદ કરવામાં આવે.
આ ખેડૂતો(Farmers Protest)ના આંદોલનમાં 200 દિવસનું દૈનિક વેતન અને મનરેગા કામદારો માટે 700 રૂપિયા પ્રતિ દૈનિક વેતનની પણ માંગ છે. આ યોજનામાં કૃષિ કાર્યનો સમાવેશ થવો જોઈએ.
આ પણ વાંચો:UCC પછી મુસ્લિમોના કયા 87 વર્ષ જૂના અધિકારો છીનવાઈ ગયા?
Farmers Protest:કેટલા ખેડૂત સંગઠનો આની સાથે જોડાયેલા છે?
આ ‘દિલ્હી ચલો માર્ચ’નું નેતૃત્વ વિવિધ ખેડૂત સંગઠનો કરી રહ્યા છે. યુનાઇટેડ કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ ‘દિલ્હી ચલો 2.0’ની જાહેરાત કરી. SKM (બિન-રાજકીય) નેતા જગજીત સિંહ દલ્લેવાલ અને કિસાન મજદૂર મોરચા (KMM)ના મહાસચિવ સર્વન સિંહ પંઢેર આ માર્ચના મુખ્ય ચહેરા છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર, તેમણે આ માર્ચમાં 17 સંગઠનોના સમર્થનનો દાવો કર્યો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી