શું ટ્રાન્સજેન્ડર માનસિક રીતે બીમાર છે?
દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં ટ્રાન્સજેન્ડરને લઈને એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે. પેરુ સરકારનો નવો કાયદો માને છે કે ટ્રાન્સજેન્ડર માનસિક રીતે બીમાર છે. જો કે, પેરુ સરકારનું માનવું છે કે આ તેમને મફત સારવાર આપવા માટે જ કરવામાં આવ્યું છે.
ટ્રાન્સજેન્ડર્સને લઈને દુનિયામાં અલગ-અલગ મંતવ્યો છે. ઘણા દેશોએ ટ્રાન્સજેન્ડરોને અપનાવી તેમને નવી ઓળખ આપી છે. તો બીજી બાજુ ઘણા દેશોએ તેમના અવાજને કચડી નાખ્યો છે. ભારતે અલગથી ટ્રાન્સજેન્ડર્સને ત્રીજા લિંગ તરીકે માન્યતા આપી છે.
ત્યારે અમેરિકન દેશ પેરુમાં, ટ્રાન્સજેન્ડર્સને લઈને એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે. પેરુ સરકારનો નવો કાયદો માને છે કે ટ્રાન્સજેન્ડર માનસિક રીતે બીમાર છે. જો કે, પેરુ સરકારનું માનવું છે કે આ તેમને મફત સારવાર આપવા માટે જ કરવામાં આવ્યું છે.
વાસ્તવમાં, પેરુ સરકારે સત્તાવાર રીતે ટ્રાન્સજેન્ડર, બિન-બાઈનરી અને ઈન્ટરસેક્સ લોકોને ‘માનસિક રીતે બીમાર’ જાહેર કર્યા છે. પેરુવિયન પ્રેસિડેન્ટ ડીના બોલવર્ટ દ્વારા હસ્તાક્ષર કરાયેલા કાયદામાં બાળકોમાં જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડરને માનસિક બીમારી તરીકે વર્ણવવામાં આવી છે.
પેરુના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેરુની જાહેર આરોગ્ય સેવાઓ ટ્રાન્સ સમુદાયના લોકો માટે પણ ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા કાયદા હેઠળ, સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર્સને માનસિક સ્વાસ્થ્ય માટે તબીબી સંભાળની સંપૂર્ણ ગેરંટી આપવામાં આવશે.
રોયટર્સ અનુસાર, આ કાયદાને ગયા અઠવાડિયે જ મંજૂરી આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રાન્સજેન્ડર માનસિક રીતે બીમાર છે. નવા કાયદા હેઠળ, હવે જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં આરોગ્ય પ્રદાતાઓ ટ્રાન્સજેન્ડર્સને મફત સારવાર પ્રદાન કરશે. પેરુ સરકારના જણાવ્યા અનુસાર,
આ નવા કાયદામાં આવશ્યક સ્વાસ્થ્ય વીમા યોજનાની ભાષામાં જ ફેરફાર કરવામાં આવશે. તેનો હેતુ માત્ર તેમને સ્વાસ્થ્ય કવરેજ સુનિશ્ચિત કરવાનો છે. જોકે, ટ્રાન્સજેન્ડરો હવે તેને પોતાની ઓળખનું અપમાન માની રહ્યા છે.
ટ્રાન્સજેન્ડરોને લઈને પેરુની સરકારના આ નિર્ણયને લઈને હોબાળો થયો છે. પેરુમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ આ નવા કાયદાનો સતત વિરોધ કરી રહ્યા છે. વિરોધીઓએ ગયા શુક્રવારે પેરુની રાજધાનીમાં કૂચ કરી હતી અને આ નવા કાયદાને હટાવવાની માંગ કરી હતી.
આ પણ વાંચો:ભારતમાં ઓમીક્રોનના સબ-વેરિઅન્ટ ‘FLiRT’ની એન્ટ્રી… ઘણા રાજ્યોમાં ફેલાયો, શું મુશ્કેલી વધારશે?
500 થી વધુ વિરોધીઓએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું હતું કે તેમની ઓળખ એ તેમનો રોગ નથી. તેઓ આ નિર્ણયને રૂઢિચુસ્ત વિચારસરણી ગણાવી રહ્યા છે. જો કે, પેરુમાં કેટલાક લોકો આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે જ્યારે કેટલાક તેની ભારે ટીકા કરી રહ્યા છે.