- સુરત:વિદ્યાર્થીના મોતનું રહસ્ય યથાવત
- વર્ષ 2022માં વિદ્યાર્થી ગુમ થયો હતો
- મુંબઈના વિરારના જંગલમાંથી મૃત મળ્યો
- હાડપિંજર કેયૂરનું હોવાનો DNA રિપોર્ટ
- ગૃહમંત્રીને હર્ષ સંઘવીને પરિવારે કરી રજૂઆત
- CID ક્રાઈમને તપાસ સોપાવામાં આવે
મુંબઈ પોલીસના ચોપડે મૃતક દર્શાવાયેલો સુરત નો કૈયૂર જીવિત હોવાનો પરિવાર દાવો કરી રહ્યું છે. હાડપિંજર કેયૂરનું હોવાનો DNA રિપોર્ટ છતાં પરિવારને શંકા છે કે કેયુર જીવિત છે,કેયૂર કિન્નરો સાથે હોવાની આશંકા સાથે ગૃહમંત્રીને કરાઈ છે રજૂઆત અને CID તપાસની પરિવારે માંગ કરી છે.
ફોટામાં દેખાતો યુવક નું નામ છે કેયુર,આ કેયુર ગાંધીનગર માર્કશીટ લેવા માટે નીકળ્યા બાદ અઢી વર્ષથી ભેદી રીતે લાપતા થયો છે, સુરત શહેરના પુણાના ઈજનેર પુત્રના ભાળ મેળવવા આ મધ્યમ વર્ગી પરિવારજનો દરદર ભટકી રહ્યા છે. મુંબઈ નજીકના વિરારના જંગલમાં પણ પોહચી ગયા હતા કારણ કે એક હાડપિંજર પાસેથી યુવકના આઈકાર્ડ, બેગ સહિતના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા બાદ ડીએનએ પરીક્ષણમાં હાડપિંજર યુવકનો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જોકે, પરિવારજનો હાડપિંજર કેયૂરનું હોવાનું માનવા તૈયાર નથી. કેયૂર જીવિત હોવાનું અને કિન્નરોના ગ્રૂપ સાથે સંકળાયેલો હોવાની આશંકા સાથે પરિવારે ગૃહમંત્રીને રજૂઆત કરી તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવા માંગ કરી હતી.
પુણા ગામમાં સીતાનગર પાસે આવેલા સુંદરવન સોસાયટીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને આ મકાનમાં પરિવાર સાથે રહેતો ૨૨ વર્ષીય કેયૂર હરેશભાઈ ભાલાળા કોમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, જેના સપના કેનેડા જવાનાં હતા, પરિવારના દિવસો સુધરવાના હતા, વાત છે ગત ૨૦૨૨ની ૨૪મી ઓગસ્ટની ગાંધીનગર માર્કશીટ લેવા નીકળ્યો હતો અને બાદમાં રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. તા. ૨૬મીથી કેયૂરનો મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો હતો. ચિંતાતુર પરિવારજનોએ તે સમયે મહિધરપુરા પોલીસ મથકમાં મિસિંગની નોંધ પણ કરાવી હતી.દરમિયાન મહિના બાદ સપ્ટેમ્બર માસમાં મુંબઈના વિરાર ખાતે એક જંગલમાંથી એક હાડપિંજર મળી આવ્યું હતું. હાડપિંજર પાસેથી કેયૂરનો આઇકાર્ડ, પર્સ, બેગ, ચસમો સહિતની ચીજો મળી આવી હતી. મુંબઈ પોલીસે કેયૂરે આપઘાત કર્યો હોવાની વાત કરી હતી. જોકે, પરિવારજનોએ હાડપિંજર કેયૂરનું હોવાનો નનૈયો ભણી દીધો હતો. કેયૂર સાથે અજુગતું થયું હોવાની શંકા સાથે મુંબઈ પોલીસની તપાસ સામે પણ પરિવારે શંકા વ્યક્ત કરી હતી. જે-તે સમયે પરિવારે રેલી કાઢી ન્યાયનો પોકાર કર્યો હતો. આખરે કમિશનરે પણ લોકલ લેવલે આ કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોંપી દીધી હતી.
કેયુર ના મામલે તરેહતરેહની ચર્ચાઓ અને ભારે વિવાદ વચ્ચે ડીએનએ પરીક્ષણમાં હાડપિંજર કેયૂરનું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જોકે, ડીએનએ રિપોર્ટ છતાં પરિવારજનો કેયૂરનું મૃત્યુ થયું હોવાનું માનવા તૈયાર નથી. કેયૂર આપઘાત કરે તે વાત પરિવારજનોના ગળે ઉતરતી નથી. પોલીસતંત્રને કોરાણે મૂકી પરિવારજનો કેયૂરને શોધવા દરદર ભટકી રહ્યા છે. દરમિયાન ગત દિવસોમાં ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરી સમગ્ર પ્રકરણની તપાસ ગુજરાત પોલીસ અને તેમાં પણ સીઆઇડી ક્રાઇમને સોંપવા માંગ કરાઈ હતી. રજૂઆતમાં કેયૂર જીવિત હોવાનું અને તે સૌરાષ્ટ્રના કોઈક કિન્નરોના ગ્રૂપમાં હોવાની પણ આશંકા વર્ણવાઈ હોય તરેહતરેહની ચર્ચાએ જોર પકડયું છે.
યાસીનદારા ,સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં