RSS Leader And Daughter Murder Case:ઉત્તર પ્રદેશના અમરોહા ન્યૂઝ(Amroha News) માં RSS નેતા અને તેની પુત્રીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસે હત્યા કેસમાં RSS નેતા યોગેશ ચંદ્ર સરાફનો દીકરો, વહુ અને નોકરની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઘરમાં શંકાસ્પદ ગતિવિધિ અને મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાનો ડીબીઆર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ એ કહેવત છે ને કે कानून के हाथ बहुत लंबे होते. અમરોહાની ફોરેન્સિક ટીમે ખૂબ જ મહેનત કરી કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ મેળવ્યા છે.જેના આધારે પોલીસે મૃતકના પુત્ર ઈશાંક અગ્રવાલ અને તેની પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
મિલકત માટે પિતા-પુત્રીની હત્યા
તમને જણાવી દઈએ કે અમરોહાના મોહલ્લા કટરા ગુલામ અલીમાં શુક્રવારે રાત્રે આરએસએસ નેતા યોગેશ ચંદ્ર સરાફ અને તેમની પુત્રી સૃષ્ટિનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા લૂંટના ઈરાદે કરાયેલી હત્યા જેવી દેખાય તે માટે આરોપીઓએ સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો. ઘરને સેનિટાઈઝરથી ધોઈને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પુત્રનો પિતા પર આરોપ
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યોગેશ ચંદ્ર અગ્રવાલ સરાફના પુત્ર ઈશાંક અગ્રવાલે જણાવ્યું કે તેના પિતાના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા અને તે એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા પણ ઈચ્છતા હતા. અને આ જ કારણ જ તે કંઈ આપવા ઇચ્છતા ન હતા. તે પોતાનો હિસ્સો લઈને તેને વેચીને દિલ્હી શિફ્ટ થવા માંગતો હતો. પરંતુ તેના પિતા આ માટે તૈયાર ન હતા અને તેથી જ ઘરનું ગંદું વાતાવરણ જોઈને તેણે પોતાનો બિઝનેસ દિલ્હી શિફ્ટ કર્યો અને ત્યાં કાર્ડબોર્ડની ફેક્ટરી લગાવી.
પિતા અને બહેનની હત્યા શા માટે કરી ?
આરોપી ઈશાંકના કહેવા મુજબ ઘરમાં રોજ ઝઘડા થતા હતા. ઉપરાંત પત્ની પણ તેના સસરાની આ બાબતથી ચિંતિત હતી. અને આઆ કારણોથી પરેશાન થઈને તેણે તેની પત્ની અને તેના નોકર સાથે મળીને તેના પિતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. પ્લાન મુજબ શુક્રવારે રાત્રે પિતા યોગેશચંદ્ર સરાફ ઘરે સૂતા હતા ત્યારે સિકલ વડે ગળું કાપીને હત્યા કરી હતી. હત્યા સમયે તેની બહેન સૃષ્ટિએ સમગ્ર ઘટના જોઈ હતી. આ પછી તેઓએ તેની પણ હત્યા કરી નાખી.
હત્યાના આરોપીને જેલ હવાલે
હાલમાં એસપી કુંવર અનુપમ સિંહની સૂચના પર અમરોહા નગર કોતવાલી પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ, સિટી કોતવાલી પોલીસ અને ફોરેન્સિક ટીમ તેમજ એસઓજી ટીમે આ સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. 24 કલાકની અંદર ડબલ મર્ડરનો ખુલાસો કરતા મૃતક વેપારી યોગેશ ચંદ્ર અગ્રવાલના પુત્ર ઈશાંક અગ્રવાલ અને હત્યાના આરોપી તેની પુત્રવધૂ અને નોકરને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી