
- ગુજરાતમાંથી આ એકમાત્ર સુરતની પ્રજ્ઞાચક્ષુ બોર્ડની વિદ્યાર્થીની હશે
સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત સુરતનો 100 ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા જઈ રહ્યો છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 2024 આપનાર ગુજરાતમાંથી આ એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હશે, જે માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષામાં ઓનલાઈન મોડમાં બેસશે.
આનંદ ભાલેરાવ સુરતની અંધજન મંડળ સંચાલિત અંબાબેન મગનલાલ અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આનંદ જન્મથી જ બંને આંખોની સમસ્યાથી પીડિત છે. જ્યારે તે સાતમા ધોરણમાં ભણતો હતો, ત્યારે તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે,
તેથી દ્રઢનિર્ધાર સાથે આનંદે તેની દ્રષ્ટિબાધ્યતાને તેના જીવનના માર્ગમાં આવવા નથી દીધી.સહાયક વિના બોર્ડ પરીક્ષા આપવાનો સંકલ્પ : અન્ય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કરતા તેને ટેકનોલોજીનો ઉપયોગથી પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને શાળાએ તેની મદદ કરી. બંને આંખથી દેખાતું નથી પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ આનંદ સામાન્ય કમ્પ્યુટર કીબોર્ડ પર ઝડપથી ટાઈપ કરી શકે છે.
મૂળ મહારાષ્ટ્રના આનંદના પિતા મજૂરી કામ કરે છે જેથી તે અંધજન શાળાના હોસ્ટેલમાં રહીને ધોરણ 12 તેની તૈયારી કરે છે. કોઈપણ નિર્ભર ન રહેવું પડે તે હેતુથી આનંદેે કોઈપણ સહાયકની મદદ વગર બોર્ડની પરીક્ષા 2024 આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી.ટાઈપિંગ પર ફોકસ કરી રહ્યો છું, તે ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી હશે
જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોવા કોઈ પણ મદદનીશ વગર લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપશે. સામાન્ય કીબોર્ડ પર તે સોફ્ટવેરના માધ્યમથી જે પણ શબ્દ ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. ટોપ બેક નામનું સોફ્ટવેર છે જેની મદદથી જે શબ્દ તેઓ કીબોર્ડ પર ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. જે પ્રશ્નપત્ર મળશે તે એક્ઝામિનર તેને પ્રશ્ન વાંચીને બતાવશે અને ત્યારબાદ આ સોફ્ટવેરની મદદથી તે ઉત્તર લખશે.
યાસીન, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી