Pakistan Election: પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ ચૂંટણી જીતી ગયા છે જો કે તેમની પાર્ટી સરકાર બનાવવાથી ખુબ જ દૂર છે તેવું દેખાઈ રહ્યું છે.
ઈમરાન ખાનના અપક્ષ ઉમેદવારો બહુમતી બનાવતા જણાય છે પરંતુ પરિણામમાં વિલંબના કારણે પરિણામ બદલાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આજે ચૂંટણી પંચ ની પણ ગાયબ થવાની ચર્ચા છે.
Pakistan Election: જેમ જેમ પાકિસ્તાનના ચૂંટણી પરિણામોમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તેમ તેમ ધાંધલીની આશંકા વધી રહી છે. મધ્યરાત્રિએ, ઇમરાન ખાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો 150 થી વધુ બેઠકો પર આગળ હતા, પરંતુ સવારે 11 વાગ્યા સુધી માત્ર 24 બેઠકોની જાહેરાત થઈ શકી હતી. મતગણતરી વચ્ચે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના ચૂંટણી પંચના ‘ગાયબ’ થવાની ચર્ચા ચાલી રહી છે. હા, એક ઈન્ટરનેશનલ થિંક ટેન્કના ડેપ્યુટી ડાયરેક્ટર હોવાનો દાવો કરનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનર ગુમ થઈ ગયા છે અને આજે તેઓ તેમની ઓફિસમાં જોવા મળ્યા નથી.
Pakistan Election:પાકિસ્તાની મીડિયામાં પણ આ અંગે ઘણી ચર્ચા થઈ. જોકે, થોડા સમય બાદ સોશિયલ મીડિયા પર એવી વાત વહેતી થઈ હતી કે મુખ્ય ચૂંટણી કમિશનર થોડા સમય પહેલા ઓફિસમાં દેખાયા છે. આવામાં પાકિસ્તાનના ચૂંટણી પરિણામોની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. ભારતના લોકો પણ ટીવી અને વેબસાઈટ પર પાકિસ્તાનની ચૂંટણીની અપડેટ લઈ રહ્યા છે.
હા, ચૂંટણી પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે સેનાના સમર્થનને કારણે નવાઝ શરીફનું પીએમ બનવું નિશ્ચિત છે . જોકે, જનતાએ જેલમાં બંધ ઈમરાન ખાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને સ્થિતિ એવી બની ગઈ કે થોડા કલાકો પહેલા સુધી નવાઝ શરીફ પોતે હજારો મતોથી પાછળ હતા. હવે તેઓ જીતી ગયા છે પરંતુ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે જો ઈમરાન જેલમાંથી બહાર આવે છે તો અન્ય કોઈ પૂર્વ પીએમને જેલ થઇ શકે છે. આ સ્થિતિથી બચવા માટે નવાઝ શરીફ દેશ છોડી ભાગી શકે છે
આ પણ વાંચો :પશ્ચિમ બંગાળઃ જેલમાં ગર્ભવતી થઈ રહી છે મહિલાઓ , 196 બાળકોનો જન્મ, હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો
એક પાકિસ્તાની પત્રકારે કહ્યું કે રાત્રે 2 વાગ્યા સુધી મુખ્ય ચૂંટણી કમિશનરે માત્ર એક સીટની જાહેરાત કરી હતી. અને એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું ઈમરાન ખાનની હાલત શેખ મુજીબર રહેમાન જેવી થઈ જશે. પાકિસ્તાની મીડિયામાં આ વાતની મજાક પણ થઇ રહી છે કે ઈન્ટરનેટ નહોતું અને મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ હતી. વિલંબમાં આવા કારણો સમજની બહાર છે.
પાક આર્મી vs ઈમરાન ખાન
વિદેશી બાબતોના નિષ્ણાત સુશાંત સરીન કહે છે કે પાકિસ્તાનમાં તખ્ત કે તખ્તની રાજનીતિ પ્રચલિત છે. દેશના વડાપ્રધાન પીએમ હાઉસ રહશે કે અદિયાલા જેલ. જેલમાંથી તે પાછા પીએમ હાઉસ અથવા લંડન જશે. આમાં સેનાની ભૂમિકા મહત્વની છે. આ આખો ખેલ ઈમરાન ખાન અને આર્મી ચીફ આસિફ મુનીર વચ્ચેનો છે. આસિફે પોતાના તમામ દાવો રમી લીધા ,
તેમ છતાં જનતાએ ઈમરાન પર વિશ્વાસ મુક્યો. પરિણામોમાં ભલે ગમે તેટલો ફેરફાર કરવામાં આવે પણ જનતા તેને સ્વીકારશે કે કેમ તે પ્રશ્ન છે? પાકિસ્તાનમાં સેનાની બીજી એક પરંપરા છે. જ્યારે જનતા સેનાની વિરુદ્ધ થય છે ત્યારે આર્મી ચીફને પીછેહઠ કરવી પડે છે. આવી સ્થિતિમાં અરાજકતા સર્જાઈ શકે છે.
જનરલ આસિફ મુનીર માટે આ મુશ્કેલ સમય છે. ઈમરાન ખાનનો પાક આર્મીની અંદર પણ સપોર્ટ બેઝ છે. આવી સ્થિતિમાં આર્મી ચીફે મુશ્કેલીમાં આવવાથી બચવું પડશે. બહુમત માટે 265માંથી 133 સીટોની જરૂર પડશે. સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. હાલમાં નવાઝ શરીફ, મરિયમ નવાઝ અને શાહબાઝ શરીફ ચૂંટણી જીત્યા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી