Illicit Drug Sales: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું સંચાલન કરનાર મેટા પ્લેટફોર્મ્સ(Meta Platforms) મોટી મુશ્કેલીમાં હોવાનું દેખાય આવી રહ્યું છે. અમેરિકામાં તેની સામે ગેરકાયદે ડ્રગ્સ વેચવાના આરોપો લાગ્યા છે. આ આરોપોને લઈને કંપની સામે પણ તપાસ ચાલી રહી છે. વર્જિનિયાના વકીલો વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની સામેના આ ગંભીર આરોપોની તપાસ કરી રહ્યા છે.
મેટા પ્લેટફોર્મને ડ્રગ્સ સેલના વેચાણમાંથી નફાનો દાવો
વોલ સ્ટ્રીટ જર્નલની શનિવારના રોજ આવેલ રિપોર્ટ અનુસાર, એવો દાવો કરવામાં આવ્યો છે કે મેટા પ્લેટફોર્મને ડ્રગ્સના વેચાણથી ફાયદો થયો છે. સૂત્રોને હવાલાથી આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની વિરુદ્ધ ગુનાહિત તપાસ ચાલી રહી છે. ગયા વર્ષે જ આ સંદર્ભે તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા. તપાસકર્તાઓએ મેટા પાસેથી ડ્રગ સામગ્રી અને ગેરકાયદેસર દવાઓના વેચાણ અંગેના રેકોર્ડ્સ પણ માંગ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલે દાવો કર્યો છે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) પણ આ તપાસમાં મદદ કરી રહ્યું છે.
ગેરકાયદેસર ડ્રગ્સનું વેચાણ મેટાની નીતિ વિરુદ્ધ
મેટાના પ્રવક્તાએ દાવો કર્યો છે કે ગેરકાયદેસર ડ્રગ્સનું વેચાણ અમારી નીતિની વિરુદ્ધ છે. અમે આ વસ્તુઓની સતત તપાસ કરીએ છીએ અને તેમની સામે કાર્યવાહી પણ કરીએ છીએ. તેમને અમે અમારી કોઈપણ સેવામાં સમર્થન આપતા નથી. આ ઉપરાંત, મેટાએ ગેરકાયદેસર ડ્રગ્સ સામેની લડાઈમાં કાયદા અમલીકરણ એજન્સીઓને હંમેશા ટેકો આપ્યો છે. જોકે, મેટા, એફડીએ અને વર્જિનિયા એટર્ની જનરલ ઓફિસે હાલમાં આ તપાસ અંગે કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો છે.
આ પણ વાંચો :દરેક બંધ ઘડિયાળમાં આ સમય કેમ દેખાય છે? શું છે તેની વિશેષતા
મેટાએ હંમેશા સિન્થેટિક ડ્રગ્સ સામે લડત આપી છે
મેટાના ગ્લોબલ અફેર્સ પ્રેસિડેન્ટ નિક ક્લેગે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે અમારી કંપનીએ સિન્થેટિક દવાઓના ઓનલાઈન વેચાણને રોકવા માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટ, યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ અને સ્નેપચેટને હંમેશા મદદ કરી છે. ઉપરાંત, અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હંમેશા લોકોને ગેરકાયદેસર દવાઓની ખરાબ અસરો વિશે જાગૃત કરતા રહે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી