Kerala fire: સોમવારે (28 ઓક્ટોબર) મોડી રાત્રે કેરળ (Kerala) માં નીલેશ્વરમ નજીક એક મંદિરમાં ઉત્સવ દરમિયાન ફટાકડા સળગાવવાને કારણે થયેલા અકસ્માતમાં 150 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેરળ (Kerala) ના જુતામ્બલમ વીરારકવુ મંદિરમાં સોમવારે મધરાત બાદ આ ઘટના બની હતી. આ સમય દરમિયાન, 500 થી વધુ લોકો પરંપરાગત થેય્યમ ઉત્સવમાં ભાગ લેવા માટે મંદિરમાં આવ્યા હતા.
Watch: A fire accident during the “Kulichu Thottam” ritual for the Moovalamkuzhi Chamundi Theyyam in Kerala’s Kasaragod district left over 150 people injured, with eight seriously hurt. Sparks from lit torches likely ignited stored firecrackers, causing a significant explosion… pic.twitter.com/EygtlSyd6i
— IANS (@ians_india) October 29, 2024
પ્રત્યક્ષદર્શીઓએ ઘટનાનું કારણ જણાવ્યું
આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, “આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ફટાકડામાંથી નીકળેલી સ્પાર્ક મંદિરના એક રૂમમાં રાખવામાં આવેલા અન્ય ફટાકડા પર પડી, જેના કારણે વિસ્ફોટ થયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવ લોકોની હાલત ગંભીર છે. આ વિસ્ફોટ અને ત્યારબાદ થયેલી નાસભાગમાં કુલ 154 લોકો ઘાયલ થયા છે.
કેરળ (Kerala) ના ઘટનાને લઇ એક યુવતીએ જણાવ્યું…
માહિતી અનુસાર, મંદિરના મેનેજમેન્ટે તહેવાર માટે લગભગ 25,000 રૂપિયાના હળવા ફટાકડા રાખ્યા હતા, જે મંગળવારે રાત્રે સમાપ્ત થવાના હતા, આ ઘટનામાં ઘાયલ એક યુવતીએ જણાવ્યું હતું કે ફટાકડાના તણખા રૂમમાં પડતાં જ દરેક ભાગવા લાગ્યા. તેણે કહ્યું, હું અને અન્ય કેટલાક લોકો પડી ગયા અને ઈજાગ્રસ્ત થયા, પરંતુ મારી બહેન સુરક્ષિત રીતે બચી ગઈ.
VIDEO | Kerala: Over 150 people were injured, including eight seriously, in a fireworks accident during a temple festival near Neeleswaram, #Kasargod, late on Monday. The injured have been taken to various hospitals in Kasargod, Kannur, and Mangaluru.#KeralaNews #Kerala… pic.twitter.com/jGcrSxi31i
— Press Trust of India (@PTI_News) October 29, 2024
આ પણ વાંચો: ગ્લોઈંગ સ્કિન માટે ઘરે જ બનાવો આ આયુર્વેદિક ફેસ પેક (Face pack) , દિવાળી પર તમારી ત્વચા ચમકશે
ધારાસભ્ય એમ. રાજગોપાલે દુઃખ વ્યક્ત કર્યું
સ્થાનિક ધારાસભ્ય એમ. રાજગોપાલે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને જિલ્લા કલેક્ટર સાથે વાત કરી. તેણે કહ્યું કે ફટાકડા હળવા હતા, પરંતુ તણખા અન્ય ફટાકડા પર પડ્યા, જેના કારણે અકસ્માત થયો. કાસરગોડના સાંસદ રાજમોહન ઉન્નિથને જણાવ્યું હતું કે મધરાત બાદ તહેવારની ઉજવણી માટે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. મંદિર સમિતિના બે સભ્યોની અટકાયત કરવામાં આવી છે, અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સૂત્રોનું કહેવું છે કે મંદિર મેનેજમેન્ટે ફટાકડા ફોડવા માટે ફરજિયાત લાઇસન્સ મેળવ્યું ન હતું.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી