ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર મદરેસાઓની તપાસ માટે રચાયેલી SITએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં ઉત્તર પ્રદેશમાં લગભગ 13 હજાર ગેરકાયદેસર મદરેસાઓ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ આ અહેવાલ પર કહ્યું છે કે જો શિક્ષણની આડમાં દેશ વિરુદ્ધ ગતિવિધિઓ થશે તો તપાસ થશે અને દોષિતો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
ગેરકાયદે મદરેસાઓ પર SIT રિપોર્ટ શું કહે છે…
- SITએ ગેરકાયદેસર મદરેસાઓ સંબંધિત તપાસ અહેવાલ સરકારને સોંપ્યો હતો.
- સૂત્રોના જણાવ્યા અનુસાર SITએ 13 હજાર ગેરકાયદે મદરેસાઓને બંધ કરવાની ભલામણ કરી છે.
- આવી મોટાભાગની મદરેસા નેપાળની સરહદે આવેલા શહેરોમાં છે.
- હવાલા મારફત મળેલા પૈસાથી મદરેસા બનાવવામાં આવી હોવાની આશંકા છે.
- મોટાભાગની મદરેસાઓ તેમના ખાતાની વિગતો આપી શકી નથી.
- આયોજકોએ દાન દ્વારા મદરેસાના નિર્માણ વિશે જણાવ્યું.
- અખાતી દેશોમાંથી જંગી રકમનું દાન મળ્યું હોવાના પણ અહેવાલ છે.
- મોટાભાગના મદરેસા સંચાલકો દાન આપનારાઓના નામ અને સરનામા પણ કહી શક્યા નથી.
- આવા ગેરકાયદેસર મદરેસામાંથી શિક્ષણ મેળવનારાઓને નોકરી પણ મળતી નથી.
- છેલ્લા 25 વર્ષોમાં બહરાઈચ, શ્રાવસ્તી, મહારાજગંજ, સિદ્ધાર્થ નગર જેવા જિલ્લાઓમાં આવી મદરેસા ઝડપથી બની છે.
- નેપાળની સરહદે આવેલાં શહેરોમાં આવેલી 80 મદરેસાઓને વિદેશમાંથી લગભગ 100 કરોડ રૂપિયાનું ફંડિંગ થયું હોવાનું પણ બહાર આવ્યું હતું.
- આ માહિતી બાદ જ SIT તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :જો એક જ ફોન નંબર એકથી વધુ બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા હોય તો સાવધાન
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી