facebook.com/srkgovinddholakia/photos
લાંબી વિચારણાના અંતે ભાજપ દ્વારા ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જે. પી. નડ્ડા, મંયક નાયક, જશવંત સિંહ પરમાર અને ગોવિંદભાઇ ધોળકીયાના નામ જાહેરા કરવામાં આવ્યા છે. જાહેર કરવામાં આવેલા ચારેય ઉમેદવારો પૈકી ગોવિંદ ધોળકિયાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે.
૪ ઉમેદવારો પૈકી એક ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકીયા
સુરતમાં હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયા હીરા ઉદ્યોગ સંકળાયેલા છે અને ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણા એક્સપોર્ટના ફાઉન્ડર છે જે દુનિયાભરમાં SRKના નામથી જાણીતી છે.
જાણો કોણ છે ગોવિંદભાઇ ધોળકીયા?
ગોવિંદભાઇ ધોળકિયાએ સુરતમાં નાના પાયા પર ડાયમંડ ઉદ્યોગમાં પગ પેસારો કર્યો હતો અને હરિપરા વિસ્તારમાં તેમની 2 ઘંટી ચાલતી હતી. ત્યારબાદ તેમને એક પછી એક સફળતા મળતી ગઈ અને તેમણે વસ્તાદેવડી રોડ પર શ્રીરામકૃષ્ણાની એમ્પાયર શરૂઆત કરી. જે કંપની હવે વર્ષે 15,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. તેમની કંપનીની સુરત ઉપરાંત, મુંબઇ, એન્ટવર્પ, અમેરિકા સહિત અનેક દેશોમાં ઓફિસ આવેલી છે.
રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન કર્યું
લોકોના પ્રિય એવા ‘ગોવિંદકાકા’ અથવા ‘ગોવિંદ ભગતે’ બિઝનેસમાં ઉંચાઇ હાંસલ કરેલી જ છે,પરંતુ સાથે સાથે દાનવીર કર્ણ પણ છે.ગોવિંદભાઇ ધોળકીયાએ સુરતને CCTV પ્રોજેક્ટ,કિરણ હોસ્પિટલ અને SRK નોલેજ ફાઉન્ડેશનના રૂપે સુરતને અનેક રીતે દાન કર્યું છે.માત્ર એટલું જ નહિ પરંતુ ગોવિંદભાઇ ધોળકીયાએ તાજેતરમાં અયોધ્યા રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું છે.ઉપરાંત તેમણે ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે,જેમાંથી 14 હનુમાન મંદિરના લોકાપર્ણ થઇ ગયા છે
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી