અમદાવાદ(Ahmedabad) માં આજે (18 જુલાઈ) એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અમદાવાદ (Ahmedabad) ના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર ગેરકાયદે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાએ સમગ્ર અમદાવાદને હચમચાવી દીધું છે.
અમદાવાદ (Ahmedabad) ના વસ્ત્રાલમાં કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલ વિસ્તારમાં RAF કેમ્પની પાછળ આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ આશરે 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી અને અનેક શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
8 લોકોના મોત, 15 ઘાયલ
આ ભયાનક ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાંથી ચાર લોકોને એલ.જી. હોસ્પિટલ અને ત્રણ લોકોને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોને પણ તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.
RAFના જવાનો સૌથી પહેલા બચાવ માટે દોડી આવ્યા
ફેક્ટરી RAF કેમ્પની પાછળ હોવાથી ધડાકો થતાં જ RAFના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જવાનોએ ઘાયલો અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બાદમાં ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
લાયસન્સ રદ હોવા છતાં ફેક્ટરી ચાલુ હતી
તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. સેક્ટર-2 જેસીપી જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ મેહુલ ડોડીયા નામનો વ્યક્તિ ખુલ્લા ખેતરમાં શેડ બનાવી ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરીનું લાયસન્સ અગાઉથી જ રદ કરવામાં આવ્યું હતું. તેમ છતાં ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલુ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : ભારતનું પહેલું ખાનગી રોકેટ, વિક્રમ-1 (Vikram-1) લોન્ચ થયું, ઇતિહાસ રચ્યો
પોલીસ અને ફાયર વિભાગની કાર્યવાહી
અમદાવાદ(Ahmedabad) ના મેયર હિતેશ બારોટ, ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ, ઝોન-8 ડીસીપી મયુર પાટીલ અને સેક્ટર-2 જેસીપી જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ કુલિંગ કામગીરી ચાલી રહી છે. રામોલ પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદ (Ahmedabad) બ્લાસ્ટ મામલે તપાસ તેજ
આ સમગ્ર મામલે અમદાવાદ (Ahmedabad) પોલીસ ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી કોણ ચલાવતું હતું, કેટલા સમયથી કામગીરી ચાલી રહી હતી અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કેવી રીતે થયું તેની તપાસ કરી રહી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
અમદાવાદ બ્લાસ્ટ ઘટનાના મુખ્ય મુદ્દા
- અમદાવાદ (Ahmedabad) ના વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ.
- 8 લોકોના મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત.
- ધડાકો 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો.
- RAFના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી.
- લાયસન્સ રદ હોવા છતાં ફેક્ટરી ચાલુ હતી.
- એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી





