દિલ્હીના ખયાલા વિસ્તારમાં એક માતા (Mother) એ ચોથી પુત્રીને જન્મ આપ્યા બાદ પોતાની જ બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખી અને મૃતદેહને કોથળામાં ભરીને પાડોશીના ટેરેસ પર ફેંકી દીધો હતો. પોલીસ અને લોકોને ગેરમાર્ગે દોરવા તેણે બાળકીના અપહરણનું નાટક કર્યું. પરંતુ પોલીસની ટેકનિકલ તપાસમાં મહિલાનું કાવતરું ખુલ્યું અને પોલીસે તેને કસ્ટડીમાં લીધી.
આરોપી માતા (Mother) ની ઓળખ શિવાની તરીકે થઈ છે. તે તેના પતિ સાથે શાહદરા વિસ્તારમાં રહેતી હતી. થોડા દિવસો પહેલા તે ખયાલા ખાતે તેના મામાના ઘરે આવી હતી. છ દિવસ પહેલા તેણે બાળકીને જન્મ આપ્યો હતો અને તેને ગુરુવારે રાત્રે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શુક્રવારે સવારે 5:30 વાગ્યે તેણે પોલીસને ફરિયાદ કરી કે તેની છ દિવસની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
માતા (Mother) શિવાનીએ જણાવ્યું કે તેણે મોડી રાત્રે બાળકને દૂધ પીવડાવ્યું અને સવારે સાડા ચાર વાગ્યે તે જાગી ત્યારે તેણે જોયું કે બાળક ગાયબ હતું. પોલીસ આસપાસના વિસ્તારમાં બાળકીને શોધી રહી હતી. ત્યાર પછી શિવાનીએ ટાંકા કાઢવાનું કહીને જતી રહી હતી. પોલીસકર્મીઓને તેનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું પરંતુ તેઓએ તેને જવા દીધી. શોધખોળ દરમિયાન બાજુના મકાનની છત પરથી એક બેગ મળી આવી હતી. બેગ ખોલવામાં આવતા અંદરથી બાળકીની લાશ મળી આવી હતી. પોલીસે બાળકીની માતાની શોધખોળ કરતાં તે શાહદરામાંથી ઝડપાઈ ગઈ હતી.
આ પણ વાંચો: USISPF: ભારત – US 9 સપ્ટેમ્બરે સંરક્ષણ નવીનીકરણને મજબૂત કરવા પર વાતચીત કરશે, એડવાન્સ્ડ ટેક્નોલોજી ભાગીદારી પર સમિટ
માતા (Mother) એ બાળકી હત્યા પાછળનું કારણ જણાવ્યું
પૂછપરછ દરમિયાન તેણે ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું હતું કે આ તેનું ચોથું સંતાન છે. જેમાંથી બેના મોત થઈ ચૂક્યા છે. આ કારણે તેને સામાજિક કલંકનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે તેણે બાળકીની હત્યા કરી હતી. પોલીસ બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી