285 વર્ષ જૂનું લીંબુ: તેમના ઘરની સફાઈ કરતી વખતે, કેટલાક લોકોને 19મી સદીની સંદુક(પેટી) મળી, જેની અંદર 285 વર્ષ જૂનું લીંબુ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે લીંબુની લગભગ 1.48 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.
લીંબુ આપણા ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે અને આપણે તેને ખૂબ જ ઓછી કિંમતે ગમે ત્યાં મેળવી શકીએ છીએ. પરંતુ તાજેતરમાં એક લીંબુ લગભગ એક લાખ પાંચ હજાર રૂપિયામાં વેચાયું છે. આશ્ચર્યની વાત એ છે કે આ લીંબુ ખાવા માટે બિલકુલ યોગ્ય ન હતું. બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, કેટલાક લોકોને તેમના ઘરની સફાઈ કરતી વખતે 19મી સદીની પેટી મળી. તેમને તેની અંદર 2 ઇંચનું સૂકું અને ભૂરા રંગનું લીંબુ મળ્યું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યો તેમના કાકાની મિલકત નું વર્ગીકરણ કરી રહ્યા હતા, આ દરમિયાન તેમને 19મી સદીની પેટી મળી, તેથી તેઓએ વિચાર્યું કે આ પેટીને વેચવાથી તેમને તેની સારી કિંમત મળશે, જો કે, જ્યારે તેઓ વેચવા હરાજી કરનાર પાસે ગયા ત્યારે તેમણે બોક્સનો એક ફોટો પાડ્યો તેમાં તેમને તેની અંદર 2 ઇંચનું સૂકું અને ભૂરો લીંબુ મળ્યું. ‘ધ સન’માં છપાયેલા અહેવાલ મુજબ આ લીંબુ 285 વર્ષ જૂનું છે.
આ પણ વાંચો:ટેક ટિપ્સ: જો તમે તમારો Wi-Fi પાસવર્ડ ભૂલી ગયા છો, તો ચિંતા કરશો નહીં, આમ જુવો બધા સાચવેલા પાસવર્ડ્સ.
સૂકા લીંબુની છાલ પર કંઈક લખેલું હતું, ‘મિસ્ટર પી. લૂ ફ્રાન્ચિનીએ 4 નવેમ્બર, 1739ના રોજ મિસ ઇ. બેક્સટરને આપ્યું હતું.’ એવું માનવામાં આવે છે કે આ લીંબુ ભારતથી ઈંગ્લેન્ડ લાવવામાં આવ્યું હતું. તેને પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે.
બોક્સમાંથી મોંઘા લીંબુ
હરાજી કરનાર ડેવિડ બ્રેટેલનું કહેવું છે કે તેમને લાગતું હતું કે આ લીંબુ માત્ર 4-5 હજાર રૂપિયામાં વેચાશે, પરંતુ બાદમાં તેની કિંમત લગભગ 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ. આ બોક્સ માત્ર રૂ.3 હજારમાં વેચાયું હતું. બ્રેટેલના જણાવ્યા મુજબ, લીંબુ આટલી ઊંચી કિંમત મેળવવામાં સક્ષમ હતું કારણ કે આવી વસ્તુ ફરી ક્યારેય નહીં મળે, તે એકદમ અનોખી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં